
બિનહરીફ વરણી બાદ દસાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ- ઉપપ્રમુખે સત્તા સંભાળી
પાટડી : સમગ્ર જીલ્લામાં તાલુકા પંચાયતોની પ્રમુખ અને ઉપ-પ્રમુખના નામોની જાહેરાત બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથધરાઈ હતી જેમાં દસાડા તાલુકા પંચાયતમાં ઉપ-પ્રમુખ તરીકે જાહેર કરેલ નામને બદલે અન્ય મહિલા બિનહરીફ જાહેર થતાં અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દસાડા તાલુકા પંચાયત પાટડી ખાતે પણ પ્રમુખ ઉપ-પ્રમુખની વરણી બાદ ડેપ્યુટી કલેકટર, મામલતદાર, ટીડીઓની હાજરીમાં પ્રમુખ તરીકે પ્રકાશકુમાર ખેંગારભાઈ ડોડીયા તથા ઉપ-પ્રમુખ તરીકે જાનાબેન મનસુખભાઈ ધાડવીના ફોર્મ રજુ કરવામાં આવ્યાં હતાં જેમાં સામે કોઈ જ ફોર્મ ન આવતાં બંન્નેને પ્રમુખ, ઉપ-પ્રમુખ તરીકે બીનહરીફ જાહેર કરવામાં આવ્યાં હતાં. ત્યારે જીલ્લા ભાજપ દ્વારા જાહેર કરાયેલા નામોમાં ઉપ-પ્રમુખ તરીકે રંજનબેન અલ્પેશભાઈ છનીયારાનું નામ જાહેર થયું હતું તેમજ સોશ્યલ મીડીયામાં અને પેપરોમાં પણ રંજનબેનનું નામ છપાયું હતું પરંતુ અચાનક સ્થાનીક કક્ષાએથી ઉપ-પ્રમુખનું નામ કેમ બદલાઈ ગયું ? તે અંગે અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી આમ કોઈપણ કારણોસર જીલ્લા ભાજપ દ્વારા અપાયેલ મેન્ડેટમાં તેના બદલે અન્ય મહિલાને ઉપ-પ્રમુખ તરીકે જાહેર કરતાં અનેક અટકળો સાંભળવા મળતી હતી અને છેવટે સર્વાનુમત્તે પ્રમુખ તરીકે પ્રકાશભાઈ ડોડીયા અને ઉપ-પ્રમુખ તરીકે જાનાબેન ધાડવી તથા કારોબારી ચેરમેન તરીકે ધવલભાઈ પટેલની વરણી કરવામાં આવતાં હાજર સર્વે કાર્યકર્તાઓએ હર્ષથી વધારવી ફુલહાર કરી મીઠું મોઢું કરાવ્યું હતું. આ તકે જીલ્લા ભાજપ ઉપ-પ્રમુખ ખેંગારભાઈ ડોડીયા, જેસીંગભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર, સોનાજી ઠાકોર, સુરાભાઈ રબારી વગેરે આગેવાનો અને મોટસંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Nw4UYl
0 Response to "બિનહરીફ વરણી બાદ દસાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ- ઉપપ્રમુખે સત્તા સંભાળી"
Post a Comment