
સ્વ. કેશુભાઇ પટેલ, માધવસિંહ સોલંકીને ભાવસભર અંજલિ અપાઇ
અમદાવાદ, તા.1 માર્ચ, 2021, સોમવાર
14મી વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ રજી કરી પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલ અને સ્વ.માધવસિંહ સોલંકી સહિત ચાર પૂર્વ મંત્રી,અન્ય દિવંગત ધારાસભ્યોને ભાવભરી અજંલિ અર્પવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વ.કેશુભાઇ પટેલને ગોકુળગ્રામ યોજનાના પ્રણેતા ગણાવ્યા હતાં. તેમણે કેશુભાઇ પટેલે કચ્છના ભૂકંપ વખતે સરકારે કરેલી કામગારીની વખાણ કરી સાદર સ્મરણ કર્યુ હતું.
રૂપાણીએ કેશુભાઇ પટેલની ખેડૂતોના હિમાયતી દર્શાવ્યા હતાં. મુખ્યમંત્રી રૂપાણીએ સ્વ.માધવસિંહ સોલંકીને તેમના શાસનકાળમાં સમાજ કલ્યાણ,સાહિત અને શિક્ષણના ઉત્થાનના કાર્ય થકી ગુજરાતના વિકાસને નવી દીશા આપી હોવાનુ જણાવી શ્રધ્ધાજંલિ અર્પી હતી.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે સ્વ.કેશુભાઇ પટેલને શ્રધ્ધાજંલિ અર્પતા એ વાતનો સ્વિકાર કર્યો હતોકે, કેશુભાઇ પટેલે જ મને ટિકિટ અપાવી હતી અને મે જ તેમની સરકાર ઉથલાવી હતી જેનો મને આજેય રંજ છે.આજે રંજ વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ અવસર છે એટલે મારા મનમાં પડેલી વાત બહાર આવી ગઇ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NQ9sch
0 Response to "સ્વ. કેશુભાઇ પટેલ, માધવસિંહ સોલંકીને ભાવસભર અંજલિ અપાઇ"
Post a Comment