ખેડોઈ નજીકથી રૃ.૯૪ લાખનું ચોરીનું સોયાબીન તેલ ઝડપાયું

ખેડોઈ નજીકથી રૃ.૯૪ લાખનું ચોરીનું સોયાબીન તેલ ઝડપાયું

ગાંધીધામ, તા. ૧૩

ખેડોઈ નજીક આવેલી એક હાઈવે હોટલ પર ઉભેલા બે ટેન્કરોમાંથી સોયાબીન તેલની ચોરી થતી હોવાની બાતમીના આાધારે પોલીસે રેડ કરતાં આ હોટલ પાસેાથી બે ટેન્કરો, કેરબાઓ વગેરે ઝડપી લેવામાં આવ્યા હતા તો ત્રણ આરોપીઓને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા જેમાં એક આરોપી કચ્છનો તો બે બારાતુ હોવાનું અંજાર પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું.

અંજાર પોલીસ ટુકડી પેટ્રોલીંગમાં હતી એ વખતે પીઆઈ રાણાને બાતમી મળી હતી કે ખેડોઈ નજીક આવેલ મુજ્જફર હાઈવે હોટલમાં ઉભેલા બે ટેન્કરોમાંથી સોયાબીન તેલની બિનૃધાસ્ત ચોરી થઈ રહી છે જેાથી પોલીસ ત્યાં ધસી ગઈ હતી. આ સૃથળે બે ટેન્કરો સોયાબીન તેલ ભરીને ઉભા હતા. પોલીસને ટેન્કર નં. જીજે૧ર એઝેડ પ૧૮૩ અને જીજે૧ર બીટી ૧૭રર વાળા મળી આવતાં તેની તપાસ થતાં તેમાંથી તેલ ભરેલા ૬ ડબ્બા પણ મળી આવ્યા હતા. બન્ને ટેન્કરોમાં ભરેલ તેલની કિંમત પોલીસે ૯૪ લાખ આંકી હતી તો મળી આવેલા કેરબાની કિંમત ૭,ર૦૦ આંકવામાં આવી હતી. આમ, કુલ ૯૪,૦૭,ર૦૦ ની કિંમતનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

આ કામગીરીમાં ટેન્કરના ડ્રાઈવર એવા રાપર તાલુકાના સણવાના રહીશ રાજેન્દ્રસિંહ હેતુભા જાડેજા, બિહારના મહમદ અખ્તર અબ્દુલ હમીદ તેમજ રાજસૃથાનના બાડમેર જિલ્લાના રહીશ પદમારામ જોધારામ ભીલની અટક કરી લેવામાં આવી હતી. હાઈવે હોટલના માલિક અને ટેન્કરના ડ્રાઈવરો પોતાના અંગત ફાયદા માટે ટેન્કરોમાંથી સોયાબીન તેલની ચોરી કરતા હોવાથી આ કેસ નોંધવામાં આવ્યો હતો. ઉલ્લ્ખનીય છે કે, અગાઉ પણ ભચાઉ અને સામખિયાળી પાસેાથી હાઈવે હોટલમાં ચાલતાં તેલચોરી, અફિણ, દારુના વેપલા વગેરે સબંધે કાર્યવાહી થઈ ચુકી છે પરંતુ પોલીસની નિષ્ક્રિયતાના કારણે આવી હાઈવે હોટલો પર કોઈ રોકટોક વગર ગેરકાયદેસરની કામગીરીઓ થઈ રહી છે અને પોલીસ મૌન બેસી રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38TV3TV

0 Response to "ખેડોઈ નજીકથી રૃ.૯૪ લાખનું ચોરીનું સોયાબીન તેલ ઝડપાયું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel