
વાગડમાં દારૃના હપ્તાનો પર્દાફાશ કરતી બૂટલેગરોની ઓડિયો ક્લિપ
ભુજ,શનિવાર
ગુજરાતમાં દારૃબંધી હોવા છતા ઠેર ઠેર દેશી-વિદેશી દારૃનું ખુલ્લેઆમ વેંચાણ થાય છે. તાજેતરમાં ચૂંટણી ટાંકણે પણ લાખો રૃપિયાનો શરાબ ઝડપાયો હતો. અવારનવાર કચ્છમાં ઘુસાડાતો લાખોનો શરાબ પકડી પડાતો હોય છે અને પોલીસ તંત્રની મિલીભગત વિના આ શકય નાથી ત્યારે આજે દારૃબંધીના લીરેલીરા ઉડાડતી ઓડીયો કલીપ સોશ્યિલ મિડીયામાં વાયરલ થતા પોલીસ અિધકારીઓના હોંશ ઉડી ગયા હતા. દારૃના બે ધંધાર્થીઓ વચ્ચે હપ્તાની વાત થાય છે જેમાં ખુલ્લેઆમ હપ્તાની પોલ ખોલવામાં આવે છે. વાગડના દેશી દારૃના બે બુટલેગરોની ઓડીયો કલીપ સાંભળ્યા બાદ હવે પૂર્વ કચ્છ પોલીસ વડા આવા પોલીસ માથકના અિધકારી અને કર્મચારીઓ સામે પગલા ભરે છે કે કેમ? તે જોવુ રહ્યુ. આ ઓડિયો ક્લિપમાં જે શબ્દો બોલાયા છે તેની સત્યતા તપાસી સમાજના હિતમાં પગલાં ભરાય તે સમયની માંગ છે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલે કિાથત ઓડિયો ક્લિપ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પૂર્વ કચ્છમાં દારૃબંધીના લીેરેલીરા ઉડાડતી ઓડિયો કલીપ આજે સોશ્યિલ મિડીયામાં વાયરલ થઈ હતી. વાયરલ ઓડિયોમાં દેશી દારૃની ભઠ્ઠીઓ માટે ચાલતા હપ્તા નેટવર્કની વાતચીત થાય છે. સૃથાનિક પોલીસ સહિત મહત્વની બ્રાંચ તેમજ રેન્જ કક્ષાની ટીમને પણ હપ્તો આપવાની વાત કરવામાં આવે છે. આ ઓડિયો કલીપ કયારની છે તેમજ કોણ વાત કરે છે તે સ્પષ્ટ થતુ નાથી પરંતુ દારૃના બે ધંધાર્થીઓ થતી હપ્તા અંગેની વાતચીતાથી સંભવિત હપ્તાખોરીની પોલ ખુલી રહી છે.
ઓડીયો કલીપમાં દારૃનો એક ધંધાર્થી બીજા ધંધાર્થીને કહે છે કે, સામખીયારીના સાહેબ ભરવાડ સાથે ૩૦-૩૫ હજારનો હપ્તો બાંધવાની વાત કરે છે પરંતુ સામેાથી બુટલેગર કહે છે આ સાહેબને ૩૦-૩૫ હજાર દીધા પછી એલસીબી અને રેન્જ નહિં આવે એની જવાબદારી કોણ લે?વળી, બુટલેગર કહે છે કે, એ તો સાહેબ કહે છે કે તો ભાગી જવાનું.
તો બુટલેગર સામે બોલે છે કે , આવીને ભઠ્ઠી તોડી જાય અને કેસ તો થાય જ ને. અને રૃપિયા આપીને કેસ કરાવવાના ધંધા કરાવાય.. કોઈ પોઈન્ટ વાળો હોય તો કે જે..સામખીયારીમાં ભઠ્ઠી ચાલુ થઈ ગઈ.? હા ચાલુ થઈ ગઈ, સામખીયારીમાં દારૃની રેલમછેલ છે. વળી, વચ્ચે ભરવાડની વાત કરવામાં આવે છે.. ભરવાડ હશે તો દારૃની રેલમ છેલ હશે. જેવો જેનો દારૃ વેંચાય એવો હપ્તો બે હજારનો હપ્તો, ચાર હજારનો હપ્તો, આઠ હજારનો હપ્તો. ..વચ્ચે બીટના જમાદાર સુભાષ મારાજનું નામ લેવામાં આવે છે.
આમ, બે બુટલેગરો વચ્ચે પૂર્વ કચ્છમાં દેશી દારૃના ધંધાની પોલ ખુલી નાખીને અિધકારીઓના નામ જોગ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે, આ અંગે તપાસ કરી કિાથત બૂટલેગરો અને તેમની આક્ષેપાત્મક વાતચીતના સત્ય તથ્યો બહાર લાવવામાં આવશે ?
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vnB5dt
0 Response to "વાગડમાં દારૃના હપ્તાનો પર્દાફાશ કરતી બૂટલેગરોની ઓડિયો ક્લિપ"
Post a Comment