
ગૌસેવા આશ્રમે અકસ્માતથી ઈજા પામેલી ગાયની સારવાર કરાવી
સુરેન્દ્રનગર : વઢવાણ ધરમ તળાવના કાંઠે વડ પાસે આવેલ નવ નિર્માણ સાર્વજનીક સંસ્થા દ્વારા ગૌતમ બુધ્ધ ગૌસેવા આશ્રમ ચાલે છે અને તેના નેજા હેઠળ મોરી મૌર્ય સમ્રાટ અશોક ગૌશાળા ચાલી રહી છે અને આ આશ્રમના માધ્યમથી વિવિધ પ્રકારની જીવદયાની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમજ પ્લાસ્ટીક હટાવો ગાય બચાવો અને પર્યાવરણ બચાવો સહિતની ઝુંબેશ હાથધરવામાં આવી રહી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ ધરમ તળાવ વિસ્તારમાં આવેલ ગૌતમ બુધ્ધ ગૌસેવા આશ્રમ દ્વારા વઢવાણ તેમજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં બીમાર અને નિરાધાર ગાયો તેમજ અકસ્માતમાં ઘવાયેલ ગાયોની આશ્રમમાં લાવી સારવાર કરાવવામાં આવે છે ત્યારે તાજેતરમાં વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ એક ગાયનો અકસ્માત થતાં પગ ભાંગી ગયો હોવાની આસપાસના લોકોએ ટ્રસ્ટ સહિત આશ્રમને જાણ કરતાં ગાયને આશ્રમમાં લાવવામાં આવી હતી જ્યાં રાજ્ય સરકારની એનીમલ હેલ્પલાઈન ૧૯૬૨ની ટીમનો સંપર્ક કરી ગાયનો પગ કાપી સફળતાપૂર્વક ઓપરેશન હાથધર્યું હતું. આ તકે ડોક્ટર સ્વતંત્ર પીન ઠાકર, ડ્રાઈવર હિરેનભાઈ, અમરીશભાઈ પરમાર, હરૂભા સહિતનાઓએ સેવા આપી હતી અને આશ્રમમાં અને ગાયની સારવાર કરી હતી અને દર મહિને ૧૫ થી ૩૦ જેટલી ગાયો અને અન્ય જીવોની સેવા આશ્રમ દ્વારા કરવામાં આવે છે આ તકે નવ નિર્માણ સેવા ટ્રસ્ટના નટુભાઈ પરમાર સહિતના સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
0 Response to "ગૌસેવા આશ્રમે અકસ્માતથી ઈજા પામેલી ગાયની સારવાર કરાવી"
Post a Comment