
દસાડા તાલુકા પોયડા ગામના 12 વર્ષનો બાળક ઈન્ડિયા બૂક ઓફ એવોર્ડમાં ઝળક્યો
પાટડી : દસાડા તાલુકાના પોયડા ગામના અંદાજે ૧૨ વર્ષના બાળકે તાજેતરમાં સસ્પેન્સ થ્રીલર સ્ટોરી લખી હતી જે બદલ ઈન્ડીયા બુક્સ ઓફ એવોર્ડ અને એશીયા બુક્સ ઓફ એવોર્ડ મેળવી પરિવાર તેમજ સમસ્ત ગામ અને ઝલાવાડનું ગૌરવ વધાર્યું છે જેમાં મળતી માહિતી મુજબ દસાડા તાલુકાના પોયડા ગામના અક્ષર પુજારા નામના બાળકે તાજેતરમાં કેપીટલ ક્વીન, સુગર મીલ જેવી સસ્પેન્સ થ્રીલર સ્ટોરી લખી હતી અને એનએક્સ ક્વીટી વેરીટી અને એટ ધ વેન ઓફ આફટર ગ્લો નામના અંગ્રેજી કાવ્ય સંગ્રહ પણ લખ્યા હતાં આ ઉપરાંત ૮ જેટલાં બ્લોગ ટાઈમસ રીડરમાં પ્રકાશીત થયાં હતાં ત્યારે તાજેતરમાં આ સીધ્ધી બદલ બુક ઓફ રેકોર્ડમાં યંગેસ્ટ ઓથોર ઓફ ક્રાઈમ ફીક્સેશન તરીકે બીરદાવવામાં આવ્યો હતો અને એવોર્ડમાં સ્થાન મેળવી સમગ્ર જીલ્લાની ગૌરવ વધાર્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31zNMUS
0 Response to "દસાડા તાલુકા પોયડા ગામના 12 વર્ષનો બાળક ઈન્ડિયા બૂક ઓફ એવોર્ડમાં ઝળક્યો"
Post a Comment