
અંકેવાળિયા ગામના પાટિયા પાસે કાર અને છોટા હાથી અથડાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લીંબડી-વઢવાણ હાઈવે પર અંકેવાળીયા ગામના પાટીયા પાસે કાર અને છોટાહાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો પરંતુ અનેક લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી-વઢવાણ હાઈવે પર અંકેવાળીયા ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ કાર અને છોટાહાથી વધ્ધે અકસ્માત સર્જાયો હતો જેમાં છોટાહાથીમાં સવાર અંદાજે ૧૫થી વધુ કામદારોને નાની-મોટી ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતા સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cpHEVE
0 Response to "અંકેવાળિયા ગામના પાટિયા પાસે કાર અને છોટા હાથી અથડાયા"
Post a Comment