મધ્યપ્રદેશનું દંપતી ૧૨ લાખની બનાવટી નોટો સાથે ઝડપાયું

મધ્યપ્રદેશનું દંપતી ૧૨ લાખની બનાવટી નોટો સાથે ઝડપાયું

ભુજ, બુાધવાર

ભારતીય બનાવટની નોટો સાથે પોલીસે દંપતીની ધરપકડ કરી છે. પુછપરછ દરમ્યાન ચોંકાવનારી હકીકતો બહાર આવવા પામી છે.  જાણવા મળતી વિગતો મુજબ ભુજ શહેરના વાણીયાવાડ અને તળાવશેરીમાં એક દંપતી વેપારીઓને બે હજારની નકલી નોટ આપીને છેતરપીડીં કરી ગયેલ છે. તેવી અરજી અપાઈ હતી જેના આાધારે પોલીસે મધ્યપ્રદેશના પાર્સિંગવાળી કાર નંબર એમ.પી. ૪૩ સી ૯૫૨૨ ને શહેરના રેલ્વે સ્ટેશન પાસેાથી પકડી પાડયા હતા. આ દંપતીને ભુજ એ ડીવીઝન લઈ અવાયા હતા. મધ્યપ્રદેશના રતલામના રાહુલ કૃષ્ણ ગોપાલ કેસરા અને મેઘા કસેરાની ચેકીંગ દરમ્યાન તેની પાસેાથી બે હજારના દરની ૫૭૪ નંગ બનાવટી નોટ કિંમત ૧૧,૪૮૦૦૦,૫૦૦ના દરની બનાવટી નોંટ નંગ ૧૨૫ કિંમત ૬૨૫૦૦, સાચી નોટ કિંમત ૨૫૦૦૦ મોબાઈલ નંગ-૪, નવા ખરીદી કરેલ કપડા, કાર કિંમત ૧, ૫૦, ૦૦૦ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ બનાવમાં ૧૨,૧૦,૫૦૦ની બનાવટી નોટો કબ્જે કરાઈ છે. ઘટનામાં જુદી-જુદી કલમો તળે ગુનો દાખલ કરાયો છે. તપાસનીશ નાયબ પોલીસ અિધક્ષક જે.એન.પંચાલ જણાવ્યું હતું કે બન્ને દંપતીએ બનાવટી નોટો ક્યાંથી લાવ્યા હતા તેમજ અત્યાર સુાધી કોને-કોને નોટ પાધરાવી છે. તે સહિતની વિગતો મેળવાઈ રહી છે. આવતીકાલે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આટલી મોટી રકમ આવી ક્યાંથી તે એક સવાલ ઉભો થવા પામ્યો છે. તપાસનો દોર મધ્યપ્રદેશ લંબાય તેવી શક્યતા જોવા મળે છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30SX1zj

0 Response to "મધ્યપ્રદેશનું દંપતી ૧૨ લાખની બનાવટી નોટો સાથે ઝડપાયું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel