
ગુલાબી ધોમડો પક્ષીઓનાં 5000 જેટલા ઈંડા અને બચ્ચાં પર બુલડોઝર ફેરવી દીધું !
ભુજ, શુક્રવાર
સુરખાબની જેમ ગુલાબી ધોમડો નામના પક્ષીઓ શિયાળામાં છેક યુરોપાથી અહીં આવીને પાકિસ્તાન સરહદે મકરાનના કિનારે ઈંડા મુકી બચ્ચા ઉછેર કરતા હોવાનું પક્ષીવિદ સલીમઅલીએ નોંધ્યું છે. અત્યાર સુાધી કચ્છમાં આ પક્ષીઓ ક્યાં પ્રજનનકરે છે તેની ધારણાઓ કરતા કરતા પક્ષી શાસ્ત્રીઓ કચ્છમાં ભટકતા રહેતા હતા. પરંતુ આ વર્ષે પ્રાથમવાર પક્ષીઓની મોટી વસાહત મોટારણમાં જોવા મળી હતી. પરંતુ હાલે તેમના હજારો ઈંડાઓ અને પક્ષીઓની કત્લેઆમ કરાઈ હોવાનું બહાર આવતા ગુનેગારો સામે વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સારા વરસાદને કારણે કચ્છના રણમાં પાણી ભરાતા સુરખાબને ત્રણેક વાર બચ્ચાં ઉછેરવાની તક મળી હતી. ભરઉનાળામાં પણ રણમાં પાણી હોવાથી અહીં પક્ષીસૃષ્ટિ ફુલીફાલી છે. એકલમાતાના રણમાં એકલાખાથી વાધારે ગુલાબી ધોમડો નામના પક્ષી જેઓ સરહદ પાર પાકિસ્તાન ના મકરાનાથી માંડીને ભુમધ્ય સમુદ્ર સુાધી બચ્ચા ઉછેરતા નોંધાયેલા છે. પરંતુ રણની સરહદ તેને કચ્છમાં બચ્ચા ઉછેરતી રોકતી હતી. આજ સુાધી ગુલાબી ધોમડો ક્યાં પ્રજનન કરે છે તેની ધારણાઓ જ પક્ષીશાસ્ત્રીઓ કરતા હતા પરંતુ વસાહતો મળી આવી ન હતી. ઈતિહાસમાં પ્રાથમવાર શોધકર્તા મહેશ પંડયા દ્વારા છાનબીન કરતા મોટારણમાં પ્રજનન કર્યાના પુરાવાઓ ઈંડા - બચ્ચા સહિત મળી આવ્યા હતા.અહીંના વિસ્તારના વિકાસ માટે નવા બનતા રસ્તાની બંને બાજુ ઈતિહાસમાં કદી નહીં નોંધાયેલી ઘટના જોવા મળી હતી. પરંતુ રોડના કામમાં બેદરકાર કામદાર, કોન્ટ્રાક્ટરો અને એજન્સીએ અહીં હજારો ઈંડા- બચ્ચા ઉપર બુલડોઝર ફેરવી દિાધા હોવાનું હાલે બહાર આવ્યું છે. કચ્છનું એકમાત્ર પ્રજનન સૃથળનું નખ્ખોદ વાળી નાખવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થાય છે. અહીં ૫૦૦૦થી વાધારે ઈંડા હતા જેનો નાશ કરી દેવાયો છે. કચ્છ માટે અતિદુલર્ભ અને ઐતિહાસિક પ્રાકૃતિક બનાવને સભાનપણે રોળી નાખતા પક્ષીવિદોમાં ભારે રોષ ફેલાયો છે. પંડયા ઉમેર્યું હતું કે, સવારે મુલાકાત લીધી ત્યારે હજારો ઈંડાઓ હતા જ્યારે બપોર બાદ બચ્ચા અને ઈંડાની ક્ચ્ચરઘાણ દેખાતો હતો. પ્રાકૃતિક અને સંવેદનશીલ સૃથળ પર રોડની આપેલી મંજુરી ગુલાબી ધોમડાના પ્રજનન સૃથળના વિનાશમાં આડકતરી સહભાગી બનેલી છે. પરંતુ જંગલખાતુ આ ભુલ સુાધારી શકતું હતું. વસાહતમાં હજારો ઈંડાઓની હાજરીમાં રસ્તાના કામનો ચાલતો ધમાધમાટ રોકી શકાતો હતો. આ કોલોની સંપુર્ણનાશ પામે તે પહેલા વનખાતું જરૃરી કાર્યવાહી કરે તાથા ઈંડા અને બચ્ચાઓની કત્લેઆમ કરનારાઓ સામે પગલા ભરે તેવી માંગણી કરાઈ છે.
પક્ષીવિદ ડૉ.સલીમઅલીએ કચ્છમાં ૩૫૦ પક્ષીઓની જાત નોંધી હતી
જાણીતા પક્ષીવિદ ડો.સલીમ અલીએ કચ્છમાં પક્ષીઓની ૩૫૦ ઉપરાંત જાતની યાદી નોંધી છે. જેમાં ઉત્સાહી નવા પક્ષી નિરીક્ષકોએ ૫૨ જેટલી નવી જાતનો ઉમેરો પોતાના અવલોકન દ્વારા કર્યો છે. હાલે કચ્છમાં પક્ષીઓનો આંકડો અવલોકન મુજબ ૪૦૦ને આંબી જાય છે. અલીએ નોંધ્યું ગુલાબી ધોમડો યુરોપાથી આવીને પાકિસ્તાન સરહદે મકરાનના કિનારે બચ્ચા દેતા નોંધાયેલો છે. ત્યારે પેલીકન, સુરખાબ અને ઉલ્ટીચાંચના પ્રજનન બાદ કચ્છમાં ગુલાબી ધોમડાની પ્રજનન કોલોની વિકસવી તે જિલ્લા માટે અનન્ય ઘટના છે.
રાજ્યપક્ષી સુરખાબના ઈંડાનો પણ નાશ
સૃથળ પર જઈને કચ્ચરઘાણનો નજારો જોનારા પંડયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતુંકે, ગુલાબી ધોમડાના સાથે સુરખાબ જે ગુજરાતનું રાજ્યપક્ષી છે તેના બચ્ચા- ઈંડાનો પણ વિનાશ કરવામાં આવ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3svLG4g
0 Response to "ગુલાબી ધોમડો પક્ષીઓનાં 5000 જેટલા ઈંડા અને બચ્ચાં પર બુલડોઝર ફેરવી દીધું !"
Post a Comment