સૌરાષ્ટ્રમાં હીટવેવ, જૂનાગઢ સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી

સૌરાષ્ટ્રમાં હીટવેવ, જૂનાગઢ સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી


- રાજ્યના 13 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર; ચારે બાજુ લૂ ફૂંકાતી રહી

રાજકોટ


સૌરાષ્ટ્રમાં હોળી-ધૂળેટીના તહેવાર ઉપર જ આકાશમાંથી જાણે અગ્નિવર્ષા થઈ રહી હોય તેવી અનુભૂતિ આજે અનેક લોકોને થઈ હતી. રાજ્યના જુદા-જુદા ૧૩ શહેરોમાં મહત્તમ તાપમાનનો આંક ૪૦ ડિગ્રીને પાર કરી જતાં ચારે બાજુ ગરમા ગરમ લૂ ફૂંકાતી રહી હતી. જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં આજે મહત્તમ તાપમાન ૪૨.૧ ડિગ્રી જ્યારે રાજકોટમાં ૪૧.૮, અમરેલીમાં ૪૦.૮, કેશોદમાં ૪૧ અને મહુવામાં ૪૧.૨ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે. આજે દિવસ દરમિયાન રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતનાં વિસ્તારોમાં બપોરે ઘરની બહાર નીકળવું જાણે મુશ્કેલ બની રહ્યું હોય તે પ્રકારની અગનવર્ષા આકાશમાંથી વરસતી રહી હતી. જેના કારણે સાંજ સુધી ચારેબાજુ ગરમાગરમ લૂ વરસતી રહી હતી. અલબત્ત સાંજના ૭ વાગ્યા પછી વાતાવરણમાં થોડી ઠંડકની અનુભૂતિ થઈ હતી. હવામાન વિભાગ દ્વારા હજુ આવતીકાલ તા.૨૯ના ધૂળેટીના દિવસે પણ આકરા તાપની સંભાવના દર્શાવવામાં આવી છે. આજે અમદાવાદ અને વડોદરામાં મહત્તમ તાપમાન ૪૦.૨, સુરતમાં ૪૦.૬ અને ગાંધીનગરમાં ૪૦.૫ ડિગ્રી જ્યારે ડીસામાં ૪૧.૫, ભુજમાં ૪૧.૬, કંડલામાં ૪૧.૨, જામનગરમાં ૩૯ અને પોરબંદરમાં ૩૯.૮ તથા મહુવામાં ૪૧.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tUifcC

0 Response to "સૌરાષ્ટ્રમાં હીટવેવ, જૂનાગઢ સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel