રાપર તા.પં.ની 21 બેઠકો પર ભાજપ 3 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી

રાપર તા.પં.ની 21 બેઠકો પર ભાજપ 3 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી

- ભીમાસર ભુટકીયા જિ.પં.ની બેઠકના ઈવીએમમાં ક્ષતિ થતા મોડી સાંજે પરિણામ જાહેર થયુ, રવ મોટી બેઠક માટે કોંગ્રેસ દ્વારા વાંધો



ભુજ,તા.02 માર્ચ 2021, મંગળવાર

રાપર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટલ મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. સવારે નવ વાગ્યે રાપર મોર્ડન સ્કુલ ખાતે શરૂ કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં સવારથી મત ગણતરી કરવામાં આવી હતી. 

કોંગ્રેસ દ્વારા ભીમાસર ભુટકીયા જિલ્લા પંચાયતની બેઠક માટે ત્રણ ઈવીએમમાં ગરબડ થઈ હતી તે અંગે મત ગણતરી રોકાવી હતી. આ બેઠકનું પરિણામ છેક સાંજે સાડા પાંચ વાગ્યે જાહેર કરવામાં આવ્યુ હતુ. તો રવ મોટી બેઠક માટે કોંગ્રેસ દ્વારા વાંધા અરજી આપવામાં આવી હતી. રાપર તાલુકા પંચાયતની ભાજપ ૨૧ અને કોંગ્રેસને ૩ બેઠકો પર જીત મળી હતી. તમામ પાંચ જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપ વિજયી મેળવ્યો હતો.  

આજે યોજાયેલી મતગણતરી સમયે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડયા હતા.  જયારે હાર ભાળી ગયેલા અનેક કોગ્રેસના આગેવાનો કોઈ જોવા મળ્યા ન હતા. રાપર તાલુકા પંચાયત માટે બેલેટ પેપરથી કરવામાં આવેલ મતોમાં કુલ ૪૧ મત જેમાં ૩૨ રદ, માન્ય ૯ , ભાજપમાં ૫, કોંગ્રેસ ૪ મતો મળ્યા તો જિલ્લા પંચાયત માટે કુલ ૪૨ બેલેટ પેપરમાંથી ૨૪ માન્ય, ૧૮ રદ કોંગ્રેસ ૧૧, ભાજપ ૧૨ નોટા ૧આમ સરકારી કર્મચારીઓના બેલેટ પેપર દ્વારા મતદાન થયુ હતુ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/381yQCU

0 Response to "રાપર તા.પં.ની 21 બેઠકો પર ભાજપ 3 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel