દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતીઃ 12 બેઠકમાંથી વિજયી

દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતીઃ 12 બેઠકમાંથી વિજયી

- ખંભાળિયા અને દ્વારકા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો, તો ભાણવડ અને કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ વિજેતા



ખંભાળિયા,તા.2 માર્ચ 2021, મંગળવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના અસ્તિત્વ બાદ યોજવામાં આવેલી બીજી ચૂંટણીમાં ભાજપને આ વખતે સ્પષ્ટ બહુમતી મળી છે. જેમાં ૨૨ સીટ પૈકી ૧૨ બેઠકો કબજે કરી, જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન સ્થાપિત થયું છે. બીજી તરફ ખંભાળિયા અને દ્વારકા તાલુકા પંચાયતમાં ભાપજ તો ભાણવડ અને કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ ૨૨ બેઠક પૈકી અગાઉ બરડીયા જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ થઇ હતી. જે ભાજપે કબજે કરી છે. બાકીની ૨૧ બેઠકો માટે રવિવારે યોજાઈ ગયેલા મતદાનમાં ૭૧ ટકા જેટલું ધિંગુ મતદાન થયું હતું. જિલ્લા પંચાયત માટે આજે ખંભાળિયા સહિત જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં યોજાયેલી મતગણતરીમાં ૧૧ બેઠક ભાજપને તથા ૧૦ બેઠક કોંગ્રેસને મળી છે. જ્યારે અગાઉની એક બિનહરિફ બેઠક ભાજપને મળી કુલ ૧૨ બેઠકો કબજે કરી, સ્પષ્ટ બહુમતી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪ થી જામનગરમાંથી અલગ થયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત વખતે કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી સાથે બે પ્રમુખ કોંગ્રેસના રહ્યા હતા. જ્યારે આ વખતે ૨૨ પૈકી ૧૨ બેઠકો મેળવી, ભાજપ જિલ્લા પંચાયત કબજે કરવામાં સફળ રહ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં મહત્વની વડત્રા બેઠક પર જામનગરના પૂર્વ સાંસદ તથા ખંભાળિયા વિધાનસભાના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વિક્રમભાઈ માડમના પુત્ર કરન માડમે ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે અહીંના ભાજપના પાયાના કાર્યકર પરંતુ ધારાસભ્ય કરતા ઓછા શક્તિશાળી મનાતા ભરતભાઈ ચાવડાના પુત્ર અનિલભાઈ ચાવડાએ ૫૦૩૩ મળી મેળવી ધારાસભ્યના પુત્રને હરાવ્યા હતા. જ્યારે અહીના રાજકારણમાં મોટું નામ ધરાવતા અને જિલ્લા પંચાયતના તત્કાલીન સભ્ય તથા હોદેદાર એવા મેરગભાઈ કાનાભાઈ ચાવડાના ધર્મપત્ની પણ આ ચૂંટણીમાં હારી જતાં અનેક લોકો સ્તબ્ધ બની ગયા હતા.

બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન બરકરાર રહ્યું છે. અગાઉ એક બેઠક બિનહરીફ થયા બાદ ૨૩ બેઠકની યોજાઇ ગયેલી ચૂંટણીના મતદાનમાં ભાજપને ૧૩ મળી કુલ ૧૪ તથા કોંગ્રેસને ૯ અને આમ આદમી પાર્ટીને એક બેઠક સાંપડી છે. આ જ રીતે દ્વારકા તાલુકા પંચાયતમાં અગાઉ ભાજપે ચાર બેઠક બિનહરીફ મેળવ્યા બાદ આજની મતગણતરીમાં વધુ ૧૦ બેઠક સાથે કુલ ૧૪ બેઠક જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. કુલ ૧૬ પૈકી ૧ બેઠક અપક્ષએ પણ હાંસલ કરી છે.

જ્યારે ૨૪ બેઠક ધરાવતી કલ્યાણપુર તાલુકા પંચાયત આ વખતે કોંગ્રેસે સેરવી લીધી છે. આજરોજ યોજાયેલી મતગણતરીમાં ૧૩ બેઠક સાથે કોંગ્રેસ અને ૧૧ બેઠકોમાં ભાજપ વિજેતા બન્યું છે.આ ઉપરાંત ભાણવડમાં કોંગ્રેસને ૧૨ બેઠક અને ભાજપનેો ચાર બેઠક જ મળી હતી. એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી જિલ્લા પંચાયત ઉપરાંત ખંભાળિયા તથા દ્વારકા તાલુકા પંચાયતમાં ભાજપનો કબજો રહ્યો છે. ત્યારે ભાણવડ તથા કલ્યાણપુર તાલુકા પંચાયત કોંગ્રેસને ફાળે ગઇ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uN6JAR

0 Response to "દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતીઃ 12 બેઠકમાંથી વિજયી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel