
કોરોનાની સારવાર: અમદાવાદની ખાનગી હોસ્પિટલોને રૂ.152 કરોડ ચૂકવાયા
અમદાવાદ, તા. 9 માર્ચ, 2021, મંગળવાર
કોરોનાકાળમાં સરકારી હોસ્પિટલોમાં બેડ પણ મળતા ન હતાં તે પરિસિૃથતીમાં રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં બેડ અનામત રાખીને દર્દીઓની સારવાર કરી હતી.
અમદાવાદ શહેરમાં 40થી વધુ ખાનગી હોસ્પિટલો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશને જોડાણ કરીને કોરોનાના દર્દીઓને સારવાર આપવા નક્કી કર્યુ હતું ત્યારે કોરોનાના દર્દીઓને સારવાર આપવા બદલ રાજ્ય સરકારે શહેરની ખાનગી હોસ્પિટલોને રૂા.152.32 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી છે.
અમદાવાદ સહિત રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારના ખર્ચનો આંક એક હજાર કરોડને આંબી જાય તેવી શક્યતા છે. તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.
કોરોનાના દર્દીઓની સંખ્યા છુપાવવામાં આવી રહી છે તેવો વિપક્ષનો આક્ષેપ છે ત્યારે વિધાનસભામાં રાજ્ય સરકારે માહિતી આપી છેકે, જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ માટેખાનગી હોસ્પિટલોમાં 4,802 બેડ અનામત રાખવામાં આવ્યા હતાં. આ જિલ્લા કક્ષાની ખાનગી હોસ્પિટલોને કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે રૂા.54.12 કરોડ ચૂકવ્યા હતાં.
રાજ્ય સરકારે ગૃહમાં આપેલી માહિતી મુદ્દે વિપક્ષે એવા સવાલો ઉઠાવ્યાં છેકે, 31 ડિસેમ્બર,2020 સુધી અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં 59,993 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
જયારે સરકારે એવો જવાબ આપ્યો છેકે, અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 53,728 દર્દીઓને સારવાર અપાઇ છે. હવે જો ખાનગી હોસ્પિટલમાં જ 59,993 દર્દીઓને સારવાર અપાઇ હોય તો પછી શહેરના કુલ દર્દીઓની સંખ્યા 53,728 કેવી રીતે થાય.
વિપક્ષે આક્ષેપ છેેકે, સરકારે દર્દીઓના આંકડા છુપાવવા પ્રયાસ કર્યો છે. સરકારે એવો ય જવાબ આપ્યો છેકે, જિલ્લામાંથી અહેવાલ મંગાવાયો છે તે આધારે જિલ્લાઓમાં ખાનગી હોસ્પિટલોને કોરોનાના દર્દીઓને આપેલી સારવાર અંગે રકમ ચૂકવાશે. આ જોતાં માત્ર ખાનગી હોસ્પિટલોમાં જ કોરોનાના દર્દીઓને અપાયેલી સારવારનો ખર્ચ એક હજાર કરોડને આંબી જશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3elFojC
0 Response to "કોરોનાની સારવાર: અમદાવાદની ખાનગી હોસ્પિટલોને રૂ.152 કરોડ ચૂકવાયા"
Post a Comment