મારામારીના કેસમાં 1ને 3 વર્ષની, 2ને 6 મહિનાની સજા

મારામારીના કેસમાં 1ને 3 વર્ષની, 2ને 6 મહિનાની સજા


ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે વર્ષ ૨૦૦૭માં થયેલ મારામારી મામલે ફરિયાદ બાદ કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી રહ્યો હતો જેનો તાજેતરમાં ચુકાદો આવતાં કોર્ટ દ્વારા એક આરોપીને ૩ વર્ષની સજા અને રોકડ રકમનો દંડ તેમજ બે આરોપીઓને ૬ મહિનાની સજા ફટકારી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે વર્ષ ૨૦૦૭માં ફરિયાદી પ્રવીણભાઈ પર મશ્કરી કરવાની ના પાડવા બાબતે લાકડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં આરોપીઓ કલ્પેશભાઈ બબાભાઈ, ભરતભાઈ બબાભાઈ અને ગુલાબભાઈ બબાભાઈ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અન તે અંગેનો કેસ ધ્રાંગધ્રા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી અને તપાસ અધિકારીની જુબાની તથા દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ સી.એસ.પલાસની દલિલોને ધ્યાને લઈ ન્યાયાધીશ ડી.જી.રાજપૂત દ્વારા આરોપી કલ્પેશભાઈ બબાભાઈને ૩ વર્ષની સજા તેમજ રોકડ રૂા.૩,૦૦૦નો દંડ તેમજ અન્ય બે આરોપીઓને ૬ માસની સજા અને રૂા.૧,૦૦૦નો દંડ ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cobyK4

0 Response to "મારામારીના કેસમાં 1ને 3 વર્ષની, 2ને 6 મહિનાની સજા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel