
મેડિકલ કોલેજોમાં આજથી MBBS પાસ વિદ્યાર્થીઓને સરકારી ડયુટી માટે કેમ્પ
નિમણૂક-બોન્ડ વસૂલાત માટે ખાસ કમિટી રચાઈ
અમદાવાદ, તા. 7 ફેબ્રુઆરી, 2021, રવિવાર
એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ ફેબુ્રઆરી-માર્ચમાં ઈન્ટર્નશિપ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને મેડિકલ ઓફિસર વર્ગ-2ની સરકારી ડયુટી માટે નિમણૂંક આપવા સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોમાં આવતીકાલે 8મીથી કેમ્પો શરૂ થનાર છે.આ વર્ષે ખાસ નિમણૂંકો માટેના કેમ્પો દરેક કોલેજ ખાસ રખાયા છે અને નિમણૂંક તેમજ બોન્ડ વસૂલાત માટે ખાસ કમિટી પણ રચવામા આવી છે.
ગુજરાતની અમદાવાદ, સુરત,વડોદરા,રાજકોટ,ભાવનગર અને જામનગર સરકારી મેડિકલ કોલેજ તથા ગોત્રી,ગાંધીનગર, સોલા-અમદાવાદ, પાટણ, હિમતનગર,વલસાડ અને જુનાગઢ સહિતની જીએમઈઆરએસ મેડિકલ કોલેજો ખાતે મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને મેડિકલ ઓફિસર કલાસ -2ની નિમણૂંક આપવા આ વર્ષે આરોગ્ય વિભાગે ખાસ પ્રક્રિયા નક્કી કરી છે.
જે અંતર્ગત આવતીકાલે 8મીથી કેમ્પો શરૂ થશે અને જે 18મી માર્ચ સુધી ચાલશે. આવતીકાલે 8મીએ જીએમસી ,ુસરત કોલેજ ખાતે કેમ્પ યોજાશે.જેમાં ઈન્ટર્નશિપ પૂર્ણ કરી ચુકેલા એમબીબીએસ વિદ્યાર્થીઓને નિમણૂંક પત્ર અપાશે.
ત્યારબાદ 10મીએ જામનગર, 1મીએ રાજકોટ, 12મીએ જુનાગઢ, 22મીએ વલસાડ, 24મીએ ભાવનગર, 2જી માર્ચે અમદાવાદ-સોલા, 3જી માર્ચે પાટણ, 4થીએ ગાંધીનગર, 5મી અને 6ઠ્ઠી બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદ તથા 15મી માર્ચે હિમતનગર, 17ીએ વડોદરા સરકારી કોલેજ અને 18મી માર્ચે જીએમઈઆરએસ ગોત્રી કોલેજ ખાતે કેમ્પ યોજાશે.
આરોગ્ય કમિશનર કચેરી દ્વારા તમામ કોલેજોના ડીનને પરિપત્ર કરી સૂચનાઓ આપવામા આવી છે કે કેમ્પસના દિવસે ઈન્ટર્નશિપ પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓએ સંસ્થા ખાતે હાજર રહેવી વ્યવસ્થા ડીને કરવાની રહેશે. કેમ્પના દિવસે ઉમેદવાર પાસેથી પસંદગીનો જિલ્લા મેળવવાનો રહેશે.જે માટે અગાઉથી ફોર્મ ભરાવવાના રહેશે.
જે ઉમેદવારો સરકારીની ડયુટીમાં જોડાવા ઈચ્છુક ન હોય તેઓ પાસેથી બોન્ડની રકમ મુજબની વસુલાતની કામગીરી કરાશે. તમામ મેડિકલ કોલેજમાં કેમ્પ પૂર્ણ થયા બાદ નિમણૂંકના ઓર્ડર બહાર પાડવામા આવશે.આ તમામ કામગીરી માટે સરકારે મામલતદાર (વસુલાત), મામલતદારન એક કર્મચારી, મહેકમ શાખાના બે કર્મચારી અને આઈ શાખાના એક અદિકારી સહિતના સભ્યોની ખાસ ટીમ પણ બનાવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jsVuZ5
0 Response to "મેડિકલ કોલેજોમાં આજથી MBBS પાસ વિદ્યાર્થીઓને સરકારી ડયુટી માટે કેમ્પ"
Post a Comment