સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં ઇવીએમમાં મલ્ટી ચોઇસ ઓપ્શન અપાશે

સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં ઇવીએમમાં મલ્ટી ચોઇસ ઓપ્શન અપાશે

મોડાસા,તા.05 જાન્યુઆરી 2021, શુક્રવાર

રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાનાર હોવાથી રાજકીય પાર્ટીઓ માં ધમધમાટ અને તંત્રમાં તૈયારીઓની કામગીરી હાથ ધરાઈ છે.ત્યારે આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓની જેમ વીવીપેટ ની સુવિધા નથી પરંતુ એક વોર્ડમાં એક થી વધુ ઉમેદવારોને ચૂંટવાના હોઈ ઈવીએમ માં જ મલ્ટી ચોઈસ સેટીંગ ઓપ્શન હેઠળ રજીસ્ટર બટન રાખવામાં આવનાર છે.ઈવીએમ મશીન દ્વારા મત આપનાર મતદારોએ પોતાની પસંદગીના ઉમેદવારોને મત આપ્યા પછી આ મત રજીસ્ટ્રર કરાવા નોટા નીચે આવતું રજીસ્ટ્રર બટન દબાવવાનું રહેશે. રજીસ્ટર બટન દબાવ્યા વગર આપેલ મત કે મતો રજીસ્ટર નહી થાય એમ મનાઈ રહયું છે.અરવલ્લી જિલ્લામાં બે નગરપાલિકા,છ તાલુકા પંચાયતો અને એક જિલ્લા પંચાયત ચૂંટણી માટે જરૃરી મતદાન મથકોની આખરી પ્રસિધ્ધિ કરી દેવાઈ હતી. કુલ ૨૧૮ બેઠકો માટેની આ ચૂંટણીઓમાં જિલ્લામાં ૧૦૭૦ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.

અરવલ્લી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈ જરૃરી તમામ તૈયારીઓ હાથ ધરાઈ રહી છે.જિલ્લામાં મોડાસા અને બાયડ  નગરપાલિકાની કુલ ૬૦ બેઠકો,છ તાલુકા પંચાયતોની ૧૨૮ બેઠકો અને અરવલ્લી જિલ્લા પંચાયતોની ૩૦ બેઠકો મળી કુલ ૨૧૮ બેઠકો ઉપર ચૂંટણી યોજવા મતદાન મથકો ની આખરી પ્રસિધ્ધિ કરી દેવાઈ છે.અને નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કુલ ૧૦૭૦ મતદાન મથકો ઉપર સ્ટાફની નિમણૂંક અને જરૃરી સ્ટેશનરી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા ની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે.

જિલ્લા સેવાસદનના સૂત્રોના જણાવ્યા મુજબ નગરપાલિકા ચૂંટણીમાં એક વોર્ડમાં ૧ થી વધુ ૪ ઉમેદવારો પસંદ કરવાના હોય છે.તેથી મતદારો એ પોતાની પસંદગીના એક,બે,ત્રણ કે ચાર ઉમેદવારને મત આપ્યા પછી નોટા ના બટન નીચે આવતુ રજીસ્ટર બટન દબાવવાનું રહેશે.મોડાસા પ્રાંત કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ નગરપાલિકા ચૂંટણી માં ઉપયોગમાં એમ.કે.-૪ ઈવીએમમાં મલ્ટી ચોઈસ સેટીંગ ઓપ્શન સીસ્ટમ ઉપલબ્ધ કરાઈ છે.આ ચૂંટણીઓમાં વીવીપેટ નથી ત્યારે પાલિકા ચૂંટણીમાં મલ્ટી ચોઈસ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવનાર છે.

એક બિલ્ડીંગમાં વધુમાં ૩ મતદાન મથકો: જિલ્લામાં કુલ 1070 મતદાન મથકો

આ વખતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં એક બિલ્ડીંગમાં વધુમાં વધુ ૩ મતદાન મથક ઉભા કરવામાં આવેલ છે.મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ૩૬ સ્થળોના ૬૫ મતદાન મથકો પર મતદાન યોજાનાર છે.જેમાં ૨૦ લોકેશન ના ૩૭ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે.જિલ્લા પંચાયતની ૩૦ અને છ તાલુકા પંચાયતોની ૧૨૮ બેઠકોની ચૂંટણી ૯૯૭ મતદાન મથકો પર યોજાશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tvJElz

0 Response to "સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં ઇવીએમમાં મલ્ટી ચોઇસ ઓપ્શન અપાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel