આધેડ મહિલા પર રિક્ષાચાલકે ખેતરના રસ્તે લઇ જઇ જીવલેણ હુમલો કર્યો

આધેડ મહિલા પર રિક્ષાચાલકે ખેતરના રસ્તે લઇ જઇ જીવલેણ હુમલો કર્યો

રાધનપુર, તા.05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામની આધેડ મહિલા ઘેર જવા વાહનની રાહ જોઈ સીનાડ ગામના પાટિયે ઊભી હતી ત્યારે આવેલ રિક્ષાચાલકે મહિલાને પેસેન્જર તરીકે બેસાડી લૂંટ કરવાના ઇરાદે ખેતરોના રસ્તે લઈ જઈ મહિલા ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યાનો હતો મહિલા ની બૂમ સાંભળી આજુબાજુમાંથી દોડે આવેલ લોકોએ લૂંટારા રીક્ષા ચાલકને પકડી પાડયો હતો.

રાધનપુર તાલુકાના અલ્હાબાદ ખાતે રહેતા કાસુબેન શિવાભાઈ સોલંકી ઉ.૬૦ તારીખ ૪થી ફેબ્રુઆરી ના બપોરે ૧૨ વાગ્યે પોતાનું ઘર કામ પતાવી નાનાપુરા ખાતે રહેતી તેમની બહેનના ઘેર મળવા માટે ગયા હતા. બહેનને મળી પરત ઘેર આવવા નીકળેલ કાસુબેન લગભગ સાડાચાર વાગ્યે રાધનપુર તાલુકાના સિનાડ ગામે હાઈવે પર વાહનની રાહ જોઈ ઉભા હતા .ત્યારે રાધનપુર જવું છે તેમ જણાવી મહિલા રિક્ષામાં બેસી હતી. મહિલાએ અલ્હાબાદ જવું છે તેમ રિક્ષાચાલકને જણાવતા રિક્ષા ચાલકે તમને હું ઘેર મૂકી જઉં મારે ભાડું જોઈતું નથી મને માત્ર આશીર્વાદ આપજો તેમ કહી મહિલાને ભોળવી રીક્ષાને આગળ જવા દીધી હતી. થોડે આગળ જઈ નવા પુરાણ ગામ નજીક ખેતરોના માર્ગ પર રીક્ષા જવા દેતા રિક્ષામાં બેસેલ મહિલાને રિક્ષાચાલક પર શંકા જતાં મહિલાએ રિક્ષામાંથી કૂદકો માર્યો હતો ત્યારે રિક્ષાચાલકે રીક્ષા આડી કરી મહિલાના કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી રિક્ષાચાલક દ્વારા કાઢવાની કોશિશ કરતા મહિલાએ બૂમાબૂમ કરી હતી જેને લઇને રિક્ષા ચાલકે મહિલા ઉપર છરી વડે હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં મહિલા જમીન પર ફસડાઇ પડી હતી મહિલાની બૂમાબૂમ સાંભળી આજુબાજુમાંથી લોકો દોડી આવતા રિક્ષાચાલક રીક્ષા લઇ ફરાર થયો હતો. લોકોએ પીછો કરી રિક્ષાચાલક ઈમ્તિયાઝ ભાઈ હુસેનભાઇ સિપાઇ રહે.ભાવનગર રોડ હૂસેનીચોક ડીસા વાળાને પકડી પાડી તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tuaJpn

0 Response to "આધેડ મહિલા પર રિક્ષાચાલકે ખેતરના રસ્તે લઇ જઇ જીવલેણ હુમલો કર્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel