અગરિયા પરિવારોને 20 દિવસથી પીવાનું પાણી ન મળતા રજૂઆત

અગરિયા પરિવારોને 20 દિવસથી પીવાનું પાણી ન મળતા રજૂઆત


પાટડી, તા. 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

પાટડી તાલુકાના ખારાઘોડાના રણમાં મીઠું પકવતા અગરીયા પરિવારોને છેલ્લા ૨૦ દિવસથી પીવાનું પાણી ન મળતાં અગરીયાઓએ પાટડી પાણી પુરવઠા અને ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે રજુઆત કરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખારાઘોડાના રણમાં અંદાજે ૨૦૦૦થી વધુ અગરીયા પરિવારો મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે પરંતુ તેઓને પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાની જવાબદારી પાણી પુરવઠા વિભાગની છે ત્યારે દર વર્ષે આ વિભાગ દ્વારા સરકારી ટેન્કરો મારફતે રણમાં અગરીયાઓને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે પાણી પુરવઠા વિભાગ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવતાં માત્ર ૪ ટેન્કરો દ્વારા જ રણમાં પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં ડ્રાઈવરો પણ બહારના હોય રણ વિસ્તારનાં રસ્તાઓથી માહિતગાર ન હોવાથી એક ટેન્કર દ્વારા દિવસ દરમ્યાન માત્ર એક જ ફેરો પાણીનો કરવામાં આવે છે. આથી અગરીયાઓના ઝુંપડા સુધી ૨૦-૨૫ દિવસે પણ પાણી પહોંચતું નથી ત્યારે હાલ ઠંડીની સીઝનમાં આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે ઉનાળાની સીઝનમાં કેટલા દિવસે પાણી મળશે તે અંગે પણ અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી છે. જ્યારે આ મામલ ેઅગરીયાઓ સાથે ખારાઘોડા ગ્રામપંચાયતના સરપંચ વિરસીંગભાઈ દેગામા, પાટડી તાલુકા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ સહિતનાઓએ આગળ રહીને પાટડી પાણી પુરવઠા વિભાગ તથા ડેપ્યુટી કલેકટરને રજુઆત કરી હતી અને જણાવ્યું હતું. હાલ અગરીયાઓને ૨૦-૨૫ દિવસે મળતું પીવાનું પાણી મુશ્કેલીથી આટલા દિવસો સુધી ચાલે છે જ્યારે નહાવા અને ધોવા માટે તો પાણી નસીબમાં જ નથી આથી આગામી ઉનાળામાં પરિવારને પીવાના પાણીની મુશ્કેલીઓ વધી જશે જેને ધ્યાને લઈ અગરીયા પરિવારોને ૮-૧૦ દિવસે પીવાનું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જ્યારે પાટડી પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ દરેક અગરીયા પરિવારોને ૧૦ દિવસે પાણી મળી રહે તે માટે આયોજન કરી વ્યવસ્થા કરવાની ખાત્રી આપી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oPcIBf

0 Response to "અગરિયા પરિવારોને 20 દિવસથી પીવાનું પાણી ન મળતા રજૂઆત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel