લીંબડી તાલુકાના ઉંટડી ગામની સીમમાં મોરનો મૃતદેહ મળ્યો

લીંબડી, તા. 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
લીંબડી તાલુકાના ઉંટડી ગામની સીમમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવતાં જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણ ફેલાઈ જવા પામી હતી અને આ અંગે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથ મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના ઉંટડી ગામની સીમમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવ્યો હતો જે અંગેની જાણ આસપાસના લોકો સહિત જીવદયા પ્રેમીઓમાં થતાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી અને આ અંગે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતાં ઘટના સ્થળે પહોંચી મૃત મોરના મૃતદેહનો કબ્જો લઈ વધુ તપાસ હાથધરી હતી જ્યારે બર્ડફલુની દહેશત વચ્ચે મોરના મોતથી લોકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને પીએમ બાદ જ મોરના મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3twvEbl



0 Response to "લીંબડી તાલુકાના ઉંટડી ગામની સીમમાં મોરનો મૃતદેહ મળ્યો"
Post a Comment