સિરામિક ફેકટરીના છાપરા પરથી પટકાતા શ્રમિકનું ઘટનાસ્થળે મોત

સિરામિક ફેકટરીના છાપરા પરથી પટકાતા શ્રમિકનું ઘટનાસ્થળે મોત


થાન, તા. 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

સુરેન્દ્રનગર જીલ્લાના થાન શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં અનેક સીરામીક ઉદ્યોગો આવેલા છે જ્યાં મોટીસંખ્યામાં શ્રમીકો કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે થાન તાલુકાના અભેપર વિસ્તારમાં આવેલ સીરામીક ફકટરીના છાપરા પરથી ખાબકતાં એક શ્રમીક યુવકનું મોત નીપજ્યું હતું.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ થાન તાલુકામાં અંદાજે ૨૦૦થી વધુ સીરામીક ઉદ્યોગો અને કારખાનાઓ વર્ષોથી ધમધમી રહ્યાં છે પરંતુ અમુક કારખાનાઓમાં નિયમ મુજબ સલામતી રાખવામાં આવતી નથી જેના કારણે અવાર-નવાર થતાં અકસ્માતમાં શ્રમીકો પોતાનો જીવ અગાઉ પણ ગુમાવી ચુક્યાં છે ત્યારે થાનના અભેપર વિસ્તારમાં આવેલ ખાનગી સીરામીકના કારખાનામાં પુરતી તકેદારી રાખવામાં આવી નહોતી અને છાપરાનું રીપેરીંગ કામ થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવ્યું હતું જે દરમ્યાન મુળ સુરત ખાતે રહેતો અને કારખાનામાં કામ કરતો શ્રમીક તુષાર પ્રવિણભાઈ ગોદાવી (પટેલ) ઉ.વ.૩૧ વાળો દિવાલ ઉપર ચડી પતરા ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે સાંજના સમયે પ્લાસ્ટીકના પતરાઓ પર પગ આવી જતાં શ્રમીક સીધો જમીન ઉપર પટકાયો હતો અને મોત નીપજ્યું હતું અને જે અંગેની જાણ મૃતકના પરિવારજન મૌલીક પ્રવિણભાઈ ગોદાવીએ થાન પોલીસને કરતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rm8xyc

0 Response to "સિરામિક ફેકટરીના છાપરા પરથી પટકાતા શ્રમિકનું ઘટનાસ્થળે મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel