જૂનાગઢ ડિવિઝન હેઠળ 818માંથી 519 હથિયારો પોલીસમાં જમા

જૂનાગઢ,તા.05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને જૂનાગઢ ડિવીઝનમાં ૮૧૮ માંથી ૫૧૯ જેટલા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા થઈ ગયા છ.ે જયારે આગામી દિવસોમાં બાકી હથિયારો જમા થઈ જશે.
જૂનાગઢ જિલ્લા પંચાયત, તથા નવ તાલુકા પંચાયત તેમજ મહાપાલીકાના વોર્ડ નં. ૬ અને ૧૫ની એક-એક બેઠકની પેટા ચૂંટણી હોવાથી જિલ્લા કલેકટરે પરવાના વાળા હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા હુકમ કર્યો હતો. જેના અનુસંધાને જૂનાગઢ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૩૨, બી.ડિવિઝનમાં ૯૩, સી. ડિવિઝનમાં ૭૩, ભવનાથ પોલીસ સ્ટેશનમાં ૧૮, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ૨૧, વિસાવદર પોલીસ સ્ટેશનમાં ૯૩, ભેંસાણમાં ૪૭, બિલખામાં ૯૯, તથા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ૪૩ મળી કુલ ૮૧૧ માંતી ૫૧૯ હતિયારો જમા થઈ ગયા છે.
ડીવાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પરવાનેદારોનું લીસ્ટ બનાવી તેઓને હથિયાર જમા કરવા જાણ કરાઈ હતી. બે દિવસની ઝુંબેશમાં ૬૫ ટકા હથિયારો જમા થઈ ગયા છે. જેમાંથી ભવનાથ, બિલખા અને મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ૧૦૦ ટકા હતિયારો જમા થઈ ગયા છે. જયારે બાકી રહેલા હથિયારો જમા કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MZiumq



0 Response to "જૂનાગઢ ડિવિઝન હેઠળ 818માંથી 519 હથિયારો પોલીસમાં જમા"
Post a Comment