વિરમગામમાં શિક્ષકો, તલાટી અને પાલિકાના કર્મીઓને રસી અપાઈ

વિરમગામ, તા. 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
વૈશ્વિક કોવીડ-૧૯ મહામારીને હરાવવા માટે કોવિડ વેક્સીનેશનનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કરવામાં આવ્યો છે. ત્યારે વિરમગામ શહેરની કે.બી. શાહ વિનય મંદિર ખાતે વેક્સીનેશન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો, તલાટી, પંચાયત નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કામદારો, પોલીસ કર્મચારીઓ, એસઆરપી જવાન સહિતનાઓને કોરોના વોરિયર્સને કોવેક્સિન રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં અંદાજે ૧૪૦૦ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ કોરોના વેક્સીનનો ડોઝ લઈ સુરક્ષા મેળવી હતી. શુક્રવારના રોજ તાલુકા વિકાસ અધિકારી તલાટી મંડળના હોદ્દેદારો સહિતના કોરોના વોરીયર્સને કોવાક્સિન રસી આપવામાં આવી હતી. કોવિડ રસીકરણ કેન્દ્ર ઉપર તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરલ વાઘેલા સહિતના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pTCMwj



0 Response to "વિરમગામમાં શિક્ષકો, તલાટી અને પાલિકાના કર્મીઓને રસી અપાઈ"
Post a Comment