ઉપરીયાળા તીર્થધામ સુધી જવા એસ.ટી. બસની સેવા શરૂ કરો

સુરેન્દ્રનગર, તા. 6 ફેબ્રુઆરી, 2021, શનિવાર
અમદાવાદ, વિરમગામ, પાટડી, સુરેન્દ્રનગર, શંખેશ્વર સહિત આસપાસના મુખ્ય મથકો પરથી શ્રી ઉપરીયાળા તીર્થ માટે નિયમીત એસટી બસની સુવિધાઓ શરૂ કરવા એસટી વિભાગને ઉપરીયાળા તીર્થના આગેવાનો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી.
આ અંગે રજુઆતમાં સુરેન્દ્રનગર જીલ્લામાં ઉપરીયાળા તીર્થના કાચની કલાત્મક કારીગરીવાળા સુંદર જીનાલયમાં સંપ્રતિકાલીન અતિપ્રાચીન પ્રગટ પ્રભાવી ચમત્કારીક સાચા દેવ પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનની ચંદનવર્ણ પ્રતિમાજી બિરાજમાન છે. તેમજ ૧૫ શતાબ્દી પહેલાનું આ તીર્થ માનવામાં આવે છે અને ૧૬મી શતાબ્દીમાં અહિંના શ્રાવકો દ્વારા અનેક જગ્યાએ જીન મંદિરોના નિર્માણ તેમજ પ્રતિમાજી પધરાવ્યાના ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે આ તીર્થમાં આરાધકો સરળતાથી પહોંચી શકે તે માટે સરકાર દ્વારા એસટી બસની પુરતી વ્યવસ્થા કરવામાં આવે અને નિયમીત એસટી બસો શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપરીયાળા તીર્થના ડો.ભુપેશ શાહ અને સૌરીન શાહે એસટી વિભાગને લેખીત રજુઆત કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LqBrxY



0 Response to "ઉપરીયાળા તીર્થધામ સુધી જવા એસ.ટી. બસની સેવા શરૂ કરો"
Post a Comment