સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભડકો : 90થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભડકો : 90થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો


સુરેન્દ્રનગર, તા. 6 ફેબ્રુઆરી, 2021, શનિવાર

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ તેમજ કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો દ્વારા ચુંટણીમાં જીત મેળવવા તમામ પ્રયાસો હાથધરવામાં આવી રહ્યાં છે ત્યારે વઢવાણ આનંદ ભુવન ખાતે યોજાયેલ ભાજપના પેજ પ્રમુખના કાર્ડ વિતરણ કાર્યક્રમ દરમ્યાન સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટીસંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસને સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ મોટો ફટકો પડયો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે અને ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા આ ચુંટણીમાં જીત મેળવવા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ બંન્ને પક્ષો દ્વારા તોડ-જોડની નિતિ અપનાવી હોદ્દેદારો અને કાર્યકરોને પોતાના પક્ષમાં જોડવા પ્રયત્નો હાથધરવામાં આવી રહ્યાં છે ત્યારે વઢવાણ આનંદ ભુવન ખાતે ભાજપના પેજ પ્રમુખના કાર્ડ વિતરણ અંગેના કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો સહિત કાર્યકરો મોટીસંખ્યામાં કોંગ્રેસમાં ભાજપમાં જોડાયા હતાં જેમાં એપીએમસીના ડિરેકટર હરજીભાઈ પરાલીયા, પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલના પીએ ઉમેશભાઈ સાપરા, જાણીતા સામાજીક કાર્યકર અને એડવોકેટ રતીલાલ ભડાણીયા, એપીએમસીના ડિરેકટરો ગિરિરાજસિંહ પરમાર, વજેસંગ રાઠોડ, પૂર્વ એપીએમસીના સેક્રેટરી વજેસંગ ડોડીયા સહિત તાલુકા ડેલીગેટ, સરપંચ, કાર્યકરો સહિત અંદાજે ૯૦ થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને ભાજપમાં જોડાયા હતાં. જે તમામનું જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત શંકરભાઈવેગડ, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ સહિતનાઓએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા મોટીસંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને આંગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી પહેલા શહેરી અને અલગ-અલગ ગામો જેમ કે મુંજપર, કરણગઢ, વઢવાણ, રતનપર, ગુંદીયાળા, વડોદ, મુળચંદ, રાજપર સહિતના ગામોના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LrdN4p

0 Response to "સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભડકો : 90થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel