બગોદરા-ખેડા ફોરલેન હાઈવેની કામગીરીમાં નરી વેઠ ઊતારાઈ

બગોદરા-ખેડા ફોરલેન હાઈવેની કામગીરીમાં નરી વેઠ ઊતારાઈ


બગોદરા, તા. 6 ફેબ્રુઆરી, 2021, શનિવાર

અમદાવાદ જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર હાલ સીક્સ લેન રોડની કામગીરી ચાલી રહી છે પરંતુ બગોદરા ધોળકા હાઈવે પર નવીનીકરણમાં જ ગાબડા પડતાં તંત્ર સહિત કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ભ્રષ્ટાચાર વૃત્તિ સામે આવી છે ત્યારે હલકી ગુણવત્તાનું કામ કરતી એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જીલ્લામાંથી પસાર થતાં હાઈવેને હાલ ફોર લેનમાંથી સીક્સ લેન બનાવી પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ બગોદરા-ધોળકા, ખેડા ફોર લેન બની રહ્યો છે જેમાં નવો રોડ બનાવવાની કામગીરી શરૂ છે પરંતુ તાજેતરમાં જ બનાવેલ નવો રોડ તુટવા માંડયો છે અને રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા તુટેલા રોડ પર થીગડા પણ મારી દેવામાં આવ્યાં છે તેમજ જે રોડ પર ડિવાઈડર બનાવવાનું કામ ચાલુ છે તે પણ અનેક જગ્યાએ તુટી ગયો છે ત્યારે હજુ તો કામકાજ ચાલુ હોવા છતાં રોડ તેમજ ડિવાઈડર તુટવા લાગ્યા હોય સરકારના નિયમ મુજબ કામકાજ ન થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેમજ વાહનચાલકોને પણ હાલાકી પડી રહી છે ત્યારે નવા ફોરલેનની કામગીરીમાં જવાબદાર એજન્સી તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ થતું હોવાની ફરીયાદો ઉઠવા પામી છે ત્યારે તાત્કાલીક અધિકારીઓ સહિત કામ કરતી એજન્સીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમનું બીલ અટકાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aVwgiv

0 Response to "બગોદરા-ખેડા ફોરલેન હાઈવેની કામગીરીમાં નરી વેઠ ઊતારાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel