હળવદના રણજીતગઢ પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા 2 ને ઈજા

હળવદ, તા. 6 ફેબ્રુઆરી, 2021, શનિવાર
હળવદના રણજીતગઢ ગામ નજીક ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું જે અકસ્માતમાં બાઈક સવાર 2 યુવાનોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
બનાવની મળતી માહિતી મુજબ હળવદના રણજીતગઢ નજીકથી પસાર થતું ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું. બાઈકના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા બાઈક ડીવાઈડર સાથે અથડાયું હોય જે અકસ્માતમાં બાઈકમાં સવાર બે પૈકી એક વ્યક્તિને ગંભીર તો અન્યને સામાન્ય ઈજા પહોંચી હતી. હળવદથી આદિવાસી યુવાન પ્રતાપગઢ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડયો હતો.
હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા આદિવાસી યુવાન તેના કોઈ સગાને હળવદ મુકવા માટે આવ્યા હોય અને પરત પ્રતાપગઢ જઈ રહ્યા હતા ત્યારે રણજીતગઢ પાટિયા નજીક આ યુવાનનું બાઈક ડિવાઈડર સાથે અથડાતા ગંભીર રીતે યુવાન ઘવાયો હતો. જેથી બનાવની જાણ ૧૦૮ને કરાતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હલવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ યુવાન હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે મજૂરી કામ કરતો હોય તેનું નામ શૈલેષભાઈ ભરતભાઈ છે અને તેની સાથે અન્ય પણ એક યુવાન બાઈક પાછળ સવાર હતો પરંતુ તેને કોઈ નાની-મોટી ઈજા થઈ હોય અને તે ત્યાંથી મલી ન આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oWYFto



0 Response to "હળવદના રણજીતગઢ પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા 2 ને ઈજા"
Post a Comment