વિરમગામમાં રહેણાંકમાં દારૂનો વેપલો કરતો બુટલેગર પકડાયો

વિરમગામ, તા. 6 ફેબ્રુઆરી, 2021, શનિવાર
વિરમગામ ટાઉન પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહિતભાઇ સાધુ, સતિષભાઇ, હિમાંશુભાઇ, જયદિપસિંહ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે પ્રોહી. જુગારની બદી નેસ્તનાબુદ કરવા પેટ્રોલીંગમાં હતા.
ખાનગી શકે બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે શહેરના કુંવરબા પાર્ક ખાતે રહેતા નવનીત સીતાપરા પોતાના રહેણાકના ઘરે ઈંગ્લીશ દારૂનો વેપાર કરે છે તે બાતમીના આધારે રેઇડ કરતા ઘરમાં તપાસ કરતા મકાનના પહેલા માળે રૂમમાં રહેલ કબાટની તપાસ કરતા ખાનામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની બોટલ-૪૬, બીયર ટીન નંગ-૮ મળી કુલ રૂા. ૧૩,૩૦૦નો મુદ્દામાલ સાથે આરોપી પકડાઇ ગયેલ. આરોપી સામે વિરમગામ ટાઉન પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ ઈન્દ્રજીતસિંહએ ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ ચલાવી રહેલ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pWnAi7



0 Response to "વિરમગામમાં રહેણાંકમાં દારૂનો વેપલો કરતો બુટલેગર પકડાયો"
Post a Comment