વિધાનસભા અધ્યક્ષને વડોદરા ચૂંટણી વોર્ડ પ્રભારીની જવાબદારી

વિધાનસભા અધ્યક્ષને વડોદરા ચૂંટણી વોર્ડ પ્રભારીની જવાબદારી


અમદાવાદ, તા. 6 ફેબ્રૂઆરી, 2021, શનિવાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થતા રાજકીય માહોલ ગરમાયો છે પણ અચંબાની વાત એછેકે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ ચૂંટણીના રંગે રગાયાં છે.  વડોદરા શહેર ભાજપે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ પ્રભારી તરીકે નિમ્યા છે અને ચૂંટણીની જવાબદારી સોંપી છે જે ચર્ચાનો વિષય બન્યો છે. 

આજકાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ચર્ચામાં છે કેમકે, ગત સપ્તાહે જ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં ય ઉપસ્થિત રહ્યાં હતાં . ભાજપના ઉમેદવારોની પસંદગી કરવામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીને પગલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. બંધારણિય નિયમોને નેવે મૂકી અધ્યક્ષ ભાજપની બેઠકમાં હાજરી આપી રહ્યાં છે તે મુદ્દે સવાલ ઉઠયાં છે.

આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આજે વડોદરા ભાજપે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને વડોદરા શહેરમાં વોર્ડ નંબર- 16ના ઉમેદવારોને જીતાડવાની જવાબદારી સોંપી છે. અધ્યક્ષને વોર્ડ પ્રભારી તરીકે કામગીરી સોંપાઇ છે.

આ મુદ્દે કોગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ એવો સવાલ કર્યો છેકે, વિધાનસભાના અધ્યક્ષ તરીકે તટસ્થતાથી કામ કરવાની વર્ષોથી પરંપરા રહી છે. આ સન્માનિય પદ રાજકીય પક્ષથી ઉપર રહ્યુ છે. અગાઉ પાર્લામેન્ટ્રી બોર્ડમાં હાજરી આપી. હવે વોર્ડના ચૂંટણી પ્રભારી બન્યા છે ત્યારે આગામી વિધાનસભા સત્રનું તટસ્થતાથી પાલન થશે કે કેમ તે પ્રશ્ન છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tyfgXY

0 Response to "વિધાનસભા અધ્યક્ષને વડોદરા ચૂંટણી વોર્ડ પ્રભારીની જવાબદારી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel