હાઇકોર્ટ દ્વારા સ્ટે અપાતા ધાનેરા નગરપાલિકામાં ફરી કોંગ્રેસનું શાસન
ધાનેરા તા.05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લા ની ધાનેરા નગરપાલિકા ના ૧૬ કોંગ્રેસ ના નગરસેવકો ને પોતાના સભ્યપદ ને યથાવત રાખવા માટે ગુજરાત હાઇકોર્ટે માંથી આજે આદેશ મળ્યો છે.ગત ડીસેમ્બરમાં વિકાસના કામોમાં ગેરરીતીના મામલે મ્યુનિસિપાલીટીના કર્મિશ્નરે ૧૭ સભ્યોને સસ્પેન્ડ કરતા ભાજપનું રાજ આવી ગયું હતું. પરંતુ હાઇકોર્ટના ચુકાદાથી ફરી કોંગ્રેસના સભ્યોએ પાલિકા ઉપર પંજો દબાવ્યો હતો.
ધાનેરા નગરપાલિકા ના કુલ ૧૭ નગરસેવકો ને ગત ડિસેમ્બર માસ મા કમિશ્નર મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશન એ વિકાસ ના કામો મા ગેરરીતિ મામલે આંખે આખા કોંગ્રેસ પક્ષના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત ૧૭ નગરસેવકો ને સભ્યપદે થી દુર કરવાનો હુકમ કરતા ધાનેરા નગરપાલિકામા ભૂકંપ સર્જાયો હતો .સરકાર ના નિર્ણય સામે કોંગ્રેસ પક્ષના નગરસેવકો એ ગુજરાત હાઇકોર્ટે મા સભ્યપદ પાછું મેળવવા માટે રજુઆત કરી હતી જેના પગલે આજ રોજ ગુજરાત હાઈકોર્ટે દવારા કોંગ્રેસ પક્ષ ના તમામ ૧૬ નગરસેવકો ને પોતાના સભ્યપદ પર યથાવત રાખવા માટેનો આદેશ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ૧૧ નગરસેવકો એ મુખ્યમંત્રી સુધી વિકાસના કાર્યમા ગેરરીતિ થઈ હોવાની રજુઆત કરી હતી જેના પગલે ગુજરાત સરકારમાંથી તપાસ નો રેલો ધાનેરા સુધી આવ્યો હતો.અને આખરે તપાસ પુરી થયા બાદ કમિશ્નર મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશન એ કોંગ્રેસ ના તમામ ૧૭ સભ્યો ને સભ્યપદે થી દુર કર્યા હતા.જેની સામે કોંગ્રેસ પક્ષ ના.સદસ્યો એ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટે મા અરજી કરતા આજ રોજ ગુજરાત હાઈકોર્ટે એ હજુ આ મામલે યોગ્ય તપાસ કરવા માટે જણાવી એક તરફી ચુકાદા ને માન્ય ના રાખી કોંગ્રેસ ના તમામ ૧૬ સભ્યો ને સભ્યપદે રાખવા માટે આદેશ કર્યો છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડયા
કોંગ્રેસ પક્ષના સદસ્યોને એક માસ પછી પોતાનું પદ પાછું મળતા આજે ભારે ઉત્સાહ સાથે પગપાળા મામા બાપજી ના મંદિરે પહોંચ્યા હતા.કોંગ્રેસ કાર્યકર્તાઓ એ ઠેર ઠેર ફટાકડા ફોડી કોર્ટ ના આદેશ ને વધાવ્યો હતો.તેમ હરિસિંહ રાજપૂત શહેર પ્રમુખએ જણાવેલ છે.
હવે નગરપાલિકામાં કોંગ્રેસના 17 અને ભાજપના 11 સભ્યો
ધાનેરા પાલિકામાં કુલ ૨૮ નગરસેવકો પૈકી ભાજપના ૧૧ અને કોંગ્રેસના ૧૭ સભ્યો ચુંટાયા હતા. જેથી કોંગ્રેસ સતા પર હતી તે દરમીયાન ભાજપના સભ્યો દ્વારા ગેરરીતીની રજુઆતો કરી બળવો કર્યો હતો. અને જેની રજુઆત ઉચ્ચલેવલે કરતા વિકાશ કમિશનર દ્વારા ગેરલાયક ઠેરવતા કલેકટરે ભાજપના મહિલાને પ્રમુખનો ચાર્જ સોપ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3twx1XD



0 Response to "હાઇકોર્ટ દ્વારા સ્ટે અપાતા ધાનેરા નગરપાલિકામાં ફરી કોંગ્રેસનું શાસન"
Post a Comment