આજે ખેડૂતોનું ચક્કાજામના એલાનને પગલે અરવલ્લીની બોર્ડરો પર બંદોબસ્ત ગોઠવાયા

આજે ખેડૂતોનું ચક્કાજામના એલાનને પગલે અરવલ્લીની બોર્ડરો પર બંદોબસ્ત ગોઠવાયા

મોડાસા,તા.05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

દેશની રાજધાની દિલ્હીને જોડતી બોર્ડરો પર છેલ્લા બે માસ કરતાં પણ વધુ સમયથી ખેડૂતો દ્વારા આંદોલન હાથ ધરાયું છે.કૃષિ કાયદા રદ કરવા અને એમએસપી અંગે કાયદો બનાવવાની માંગ સાથે ના આ ખેડૂત આંદોલનમાં આજે દિલ્હી નજીક ૩ કલાકનું ચક્કાજામ યોજાનાર છે.ત્યારે આ એલાનની અસર જિલ્લામાં ન સર્જાય અને જિલ્લાવાસીઓને કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે માટે જિલ્લા પોલીસવડા દ્વારા આગોતરા પગલા ભરાયા છે.અને આંતર રાજય અને જિલ્લા બોર્ડરો ઉપર કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કેન્દ્ર સરકારે પસાર કરેલા ૩ કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ,હરીયાણા સહિતના રાજયોના હજારો ખેડૂતો દ્વારા છેલ્લા બે માસ કરતાં પણ વધુ સમય થી આંદોલન છેડાયું છે.દિલ્હી ને જોડતી રાજય બોર્ડરો ઉપર લાખ્ખો ખેડૂતોએ આ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે ધામા નાખ્યા છે.ત્યારે પોતાની માંગના સમર્થનમાં ખેડૂત નેતાઓ દ્વારા આજે દિલ્હી અને તેના નજીકના એનસીઆર વિસ્તારમાં ૩ કલાકનું ચક્કાજામ નું એલાન અપાયું છે.ત્યારે શનીવારના આ એલાનના પગલે અરવલ્લી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને સલામતી ના ભાગરૃપે સતત પેટ્રોલીંગ હાથ ધરાયું છે.

જિલ્લા પોલીસવડા સંજય ખરાતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાયદાના વિરોધમાં ચક્કાજામ યોજાનાર છે.પરંતુ આ એલાનની જિલ્લામાં અસર ન વર્તાય કે પ્રજાને અડચણ ઉભી ન થાય તે માટે પેટ્રોલીંગ હાથ ધરાયું છે. અને આંતર જિલ્લા,રાજય બોર્ડરો ઉપર કડક બંદોબસ્ત અને ચેકીંગ ગોઠવી દેવાયું છે.ભિલોડાના ખેડૂતો,પ્રજાજનો આ એલાનને પગલે ચક્કાજામમાં ન જોડાય તેવી અપીલ જિલ્લા પોલીસ વડા દ્વારા કરાઈ હતી  અને કોઈપણ દ્વારા અડચણ ઉભી કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાશે તો કાયદેસરની કાર્યવાહીહ ાથ ધરાશે એમ પોલીસવડા એ જણાવ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tzSLSC

0 Response to "આજે ખેડૂતોનું ચક્કાજામના એલાનને પગલે અરવલ્લીની બોર્ડરો પર બંદોબસ્ત ગોઠવાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel