પાટડીના ઓડુ ગામની સીમમાં ગેરકાયદે દેશી બંદુક સાથે 1 ઝડપાયો

પાટડીના ઓડુ ગામની સીમમાં ગેરકાયદે દેશી બંદુક સાથે 1 ઝડપાયો


પાટડી, તા. 6 ફેબ્રુઆરી, 2021, શનિવાર

સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બનતા ગુન્હાઓમાં મોટાભાગે દેશી હથિયારો વપરાતા હોવાની બાતમીના આધારે જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પોલીસે પાટડી તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ઓડું ગામની સીમમાંથી દેશી બંદુક સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બનતા ગુન્હાખોરીના બનાવોમાં મોટાભાગે દેશી હથિયારો વપરાતા હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દેશી હથિયારો સાથે શખ્સો ફરતાં હોવાની બાતમીના આધારે જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પોલીસે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન પાટડી તાલુકાના ઓડું ગામની સીમમાંથી ગેરકાયદેસર લાયસન્સ વગરની દેશી હાથબનાવટની સીંગલ બેરલ મજરલોડ બંદુક કિંમત રૂા.૧,૦૦૦ સાથે એક શખ્સ મુકેશભાઈ છેલાભાઈ સજાણી ઉ.વ.૨૨, રહે.ઓડું તા.પાટડીવાળાને ઝડપી પાડી પાટડી પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આ રેઈડ દરમ્યાન જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા સહિત એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ruQJB4

0 Response to "પાટડીના ઓડુ ગામની સીમમાં ગેરકાયદે દેશી બંદુક સાથે 1 ઝડપાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel