ડમ્પરે રીક્ષાને ઠોકર મારતા મુસાફરનું મોત, ચાલક ઘાયલ

મોરબી, પોરબંદર, તા. 6 ફેબ્રુઆરી, 2021, શનિવાર
મોરબીના રંગપર નજીક ડમ્પર ચાલકે રિક્ષાને ઠોકર મારતા રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી જયારે રીક્ષામાં સવાર મુસાફરનું ગંભીર ઈજા પહોંચતા મોત થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યારે રાણાકંડોરણા નજીક રીક્ષામાંથી પડી જતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મોરબીના ભડિયાદ કાંટા પાસે રહેતા મનોજ ગુન્વાન્તભાઈ કોળી (ઉ.વ.૨૩) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રંગપર ગામની સીમ પાસે ડમ્પરના ચાલકે ડમ્પર રોંગસાઈડમાં ચલાવી મનોજભાઈ કોળીની રિક્ષાને ઠોકર મારતા મનોજ કોળી નામના રીક્ષાચાલકને ઈજા પહોંચી હતી તેમજ રીક્ષામાં પાછળ બેસેલ મુસાફર શૈલેશભાઈ કાંતિલાલ જીવાણીને માથામાં ગંભીર ઈજા કરી રીક્ષા પાછળ આવતી કાર સાથે અકસ્માત બાદ ડમ્પર રોડની સાઈડમાં ઉતરી જતા ડમ્પર મૂકી આરોપી નાસી ગયો હતો તો ગંભીર ઈજા થતા રીક્ષામાં સવાર મુસાફર શૈલેશ કાંતિલાલ જીવાણી (ઉ.વ.૪૫)નું સારવાર દરમિયાન મોત થયું છે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pWZWlu



0 Response to "ડમ્પરે રીક્ષાને ઠોકર મારતા મુસાફરનું મોત, ચાલક ઘાયલ"
Post a Comment