ભાવનગર મહાપાલિકાની ચૂંટણી લડવા ભાજપે પર ઉમેદવારના નામ જાહેર કર્યા

ભાવનગર મહાપાલિકાની ચૂંટણી લડવા ભાજપે પર ઉમેદવારના નામ જાહેર કર્યા


- કેટલાક નવા ઉમેદવારને તક અપાઈ : ઉમેદવારના નામ જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ : ભાજપ અગ્રણી-કાર્યકરોમાં ચર્ચાનો દૌર શરૂ 

ભાવનગર, તા. 4 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર 


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આજે ગુરૂવારે ભાવનગર મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપે પર ઉમેદવારના નામ જાહેર કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. કેટલાક ઉમેદવારને રીપીટ કરાયા છે, જયારે મેયર સહિત કેટલાક ઉમેદવારોની ટિકિટ કાપી નાખવામાં આવી છે. કેટલાક નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે. ભાજપે ઉમેદવારના નામ જાહેર કરતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. 

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે આજે ગુરૂવારે ભાજપે ૧૩ વોર્ડના પર ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી, જેમાં ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧ ચિત્રા-ફૂલસાર-નારીમાં કિર્તીબાળા હિતેશકુમાર દાણીધરીયા, હીરાબેન વિનોદભાઈ કુકડીયા, રાકેશભાઈ દુલાભાઈ બારૈયા, ઉપેન્દ્રસિંહ હનુભા ચુડાસમા, વોર્ડ નંબર-૨ કુંભારવાડામાં વિલાસબેન અરવિંદભાઈ રાઠોડ, વર્ષાબેન પંકજભાઈ ઉનાવા, નરેશભાઈ કરસનભાઈ ચાવડા, બાબુભાઇ પોપટભાઈ મેર, વોર્ડ નંબર-૩ વડવા-બમાં ઉષાબેન કિશોરભાઈ ગોહિલ, સેજલબેન મહેશભાઈ ગોહિલ, ઉપેન્દ્રસિંહ જામસિંહ ગોહિલ, લક્ષમણભાઇ મેપાભાઇ રાઠોડ, વોર્ડ નંબર-૪ કરચલીયા પરામાં રતનબેન નરેશભાઈ વેગડ ,નીતાબેન ધર્મેન્દ્રભાઈ બારૈયા, ગોપાલભાઈ આનંદભાઈ મકવાણા, ભરતભાઈ નાથાભાઈ ચુડાસમા, વોર્ડ નંબર-૫ ઉતર કૃષ્ણનગર-રૂવામાં ગીતાબેન નાનુભાઈ મેર, લીલાબેન નરસિંહભાઈ કલીવડા , રાજુભાઈ રમેશચંદ્ર ઉપાધ્યાય, રમેશભાઈ બોઘજી રાઠોડ, વોર્ડ નંબર-૬ પીરછલ્લામાં મનીષાબેન અમિતભાઇ વાઘેલા, યોગિતાબેન પ્રિયાંકભાઈ ત્રિવેદી, કૃણાલભાઈ કે શાહ, દિલીપભાઈ એન જોબનપુત્રા વગેરેનો સમાવેશ થાય છે. 

વોર્ડ નંબર-૭ તખ્તેશ્વરમાં હીરાબેન હિંમતભાઇ વિંઝુડા, ભાવનાબેન ભાવેશભાઈ દવે, ભરતભાઈ મણિલાલ બારડ, ભાવેશ મહેન્દ્રભાઈ મોદી, વોર્ડ નંબર-૮ વડવા-અ ભારતીબેન પંકજભાઈ બારૈયા, મોનાબેન ધર્મેન્દ્રભાઈ પારેખ, રાજેશકુમાર વિનોદ રાય પંડયા, રાજેશભાઈ પોપટભાઈ રાબડીયા, વોર્ડ નંબર-૯ બોરતળાવમાં સવિતાબેન કિરીટસિંહ હાડા, વર્ષાબેન ઘનશ્યામભાઈ મોણપરા, અશોકભાઈ પોપટભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ બળવંતસિંહ ગોહિલ, વોર્ડ નંબર-૧૦ કાળીયાબીડમાં વર્ષાબેન વિક્રમસિંહ પરમાર, શારદાબેન નાગજીભાઈ મકવાણા, પરેશભાઈ બળવંતભાઈ પંડયા, ધીરુભાઈ ગણેશભાઈ ધામેલીયા, વોર્ડ નંબર-૧૧ દક્ષિણ સરદારનગરમાં ભાવનાબેન અનિલભાઈ ત્રિવેદી, મીનાબેન પ્રવીણભાઈ મકવાણા, મહેશભાઈ મનુભાઈ વાજા, કિશોરભાઈ મોહનલાલ ગુરુમુખાની, વોર્ડ નંબર-૧૨ ઉત્તર સરદારનગરમાં ઉષાબેન કલ્પેશભાઈ બધેકા, ભાવનાબેન જીતેન્દ્રભાઈ સોનાની, યુવરાજસિંહ કનકસિંહ ગોહિલ, બુધાભાઈ ધુળાભાઈ ગોહિલ, વોર્ડ નંબર-૧૩ ઘોઘાસર્કલ-અકવાડામાં મૃદુલાબેન બનેસિંહ પરમાર, લીલાબેન દિનેશકુમાર ગોહિલ, કુલદિપભાઈ નવીનભાઈ પંડયા, પંકજસિંહ ભરતસિંહ ગોહિલ વગેરે ઉમેદવારનો સમાવેશ થાય છે. 

ઉમેદવારના નામ જાહેર થતા જેને ટિકિટ મળી છે તેવો આનંદમાં જોવા મળ્યા હતા પરંતુ જેને ટિકિટ મળી નથી તેવા ભાજપ અગ્રણી-કાર્યકરોમાં નારાજગી જોવા મળી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ઘણા જુના જોગીઓને ભાજપે ટિકિટ આપી નથી, જયારે એક ટર્મ પૂર્વે લડેલા કેટલાક જુના જોગીને ટિકિટ ફાળવવામાં આવી છે. ટિકિટ ફાળવણી બાદ ભાજપ અગ્રણી-કાર્યકરોમાં જુદી જુદી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભાજપ પરમાંથી ૩૪ સીટ પર જીતી હતી અને સત્તા હાંસલ કરી હતી ત્યારે આ ચૂંટણીમાં શુ પરિણામ આવે છે ? તેની રાહ જોવી જ રહી. 

ભાજપે આ ઉમેદવારોને ફરી તક આપી 

ભાવનગર મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપે ગત ટર્મમાં જીતેલા ૧ર ઉમેદવારને ફરી તક આપી છે, જેમાં કીતબેન દાણીઘારીયા, યોગીતાબેન ત્રિવેદી, કુમાર શાહ, ભારતીબેન બારૈયા, રાજેશભાઈ રાબડીયા, રાજેશભાઈ પંડયા, અશોક બારૈયા (પૂર્વ.ડે.મેયર), ધીરુભાઈ ધામેલીયા, પરેશભાઈ પંડયા (શાસક પક્ષના નેતા), શારદાબેન મકવાણા, કિશોરભાઈ ગુરુમુખાણી, યુવરાજસિંહ ગોહિલ (પૂર્વ.ચેરમેન) વગેરેનો સમાવેશ થાય છે. 

ભાજપના નવા નિયમમાં કેટલાક ઉમેદવારો કપાયા 

ભાજપના ૬૦ વર્ષ, ત્રણ ટર્મ વગેરે નિયમમાં કેટલાક ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી, જેમાં મનહરભાઈ મોરી (મેયર), જલવીકાબેન ગોંડલીયા, અભયસિંહ ચૌહાણ, યોગીતાબેન પંડયા, નિમુબેન બાંભણીયા, દિનેશભાઇ ગોહેલ, દિવ્યા વ્યાસ, કલ્પેશ શાહ, સુરેશભાઈ ધાધલીયા, કાંતાબેન મકવાણા, લીલાબેન ખીજડીયા, આશાબેન બદાણી વગેરે ઉમેદવારનો સમાવેશ થાય છે.  

કેટલાક ઉમેદવારના પુત્ર-પત્નીને ટિકિટ અપાઈ 

ભાજપે કેટલાક ઉમેદવારના પુત્ર-પત્ની વગેરેને ટિકિટ આપી છે, જેમાં ડી.ડી.ગોહિલના પત્ની, અનીલ ત્રિવેદીના પત્ની, યોગિતાબેન પંડયાના પુત્ર, ગીતાબેન વાજાના પતિ વગેરેને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ નગરેસેવકોના પરિવારમાંથી ટિકિટ અપાતા અન્ય દાવેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારવાદના બદલે ભાજપે અન્ય કાર્યકર્તાઓને તક આપવી જોઈએ તેમ ભાજપ કાર્યકર્તાઓમાં ચર્ચાય રહ્યુ છે. 

બે દિવસ પૂર્વે કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા મહિલાને ટિકિટ 

ભાવનગર શહેરના વોર્ડ નં. ૩ કરચલીયા પરામાંથી ગીતાબેન મેર ગત ટર્મમાં કોંગ્રેસમાંથી જીત્યા હતાં. તેઓએ બે દિવસ પૂર્વે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ અને તેઓ ભાજપમાં ભળતા જ તેઓને આજે વોર્ડ નં.-પ ઉત્તર કૃષ્ણનગર-રૂવામાંથી ટિકિટ પણ ભાજપે આપી દીધી છે તેથી ભાજપના કાર્યકર્તાઓ કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાજપ સક્રિય સભ્ય અને કાર્યકરને જ ટિકિટ આપે છે તેવી વાતો કરે છે પરંતુ કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપતા કાર્યકર્તાઓમાં નારાજગી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ભાજપના કાર્યકરો વર્ષોથી મહેનત કરતા હોય છે અને તેઓને ટિકિટ મળતી નથી અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારને તરત ટિકિટ મળતી જાય છે તેથી ભાજપ કાર્યકરો રોષ ઠાલવતા નજરે પડયા હતાં. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pRZKDQ

0 Response to "ભાવનગર મહાપાલિકાની ચૂંટણી લડવા ભાજપે પર ઉમેદવારના નામ જાહેર કર્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel