ભાવનગરમાં કોરોનાના 6 કેસ નોંધાતા હડકંપ

ભાવનગર, તા. 4 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર
કોરોના વાયરસના કેસ ફરી ભાવનગર શહેર અને જિલ્લામાં નોંધાય રહ્યા છે તેથી લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતાં. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે.
ભાવનગર શહેર-જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૩ કેસ નોંધાયા હતા, જેમાં ૩ સ્ત્રીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં ૩ કેસ નોંધાયા છે, જેમાં સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧ તથા ભાવનગર તાલુકાનાં વરતેજ ગામ ખાતે ૧ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના પ દર્દી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ૩ અને તાલુકાના ર દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૬,૦૭૧ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૧પ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ પ,૯૮૦દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3auvJUk



0 Response to "ભાવનગરમાં કોરોનાના 6 કેસ નોંધાતા હડકંપ"
Post a Comment