વિવિધ ચાર ફેસમાં ભાવનગર ખાતે કુલ 1.50 લાખ જેટલી વેકસીન આવી ચુકી

ભાવનગર, તા. 4 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર
કોરોનાને અટકાવવા કોરોના વેકસીન શોધાઈ ગયા બાદ તબક્કાવાર વેકસીનેશન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે ત્રીજો ફેસ અને આજે ચોથો ફેસનો જથ્થો ભાવનગર આવી પહોંચ્યો હતો. એક તબક્કે પ્રથમ ૬૦, ૩૦, ૩૦ અને ૩૦ હજારની મર્યાદામાં જથ્થો ફાળવાયો હોવાનું જણાયું છે.
વિવિધ બે કંપનીની વેકસીન એપ્રુવ કરાઈ છે અને તબક્કાવાર કોરોનાથી બચવા વેકસીન વિતરણ પણ નિયત મર્યાદામાં જથ્થો આવી રહ્યો છે. ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ માટે વેકસીનનો પ્રથમ જથ્થો ૬૦ હજારનો આવેલ દસ દિવસબાદ ૩૦ હજાર અને ગઈકાલે ૩૦ હજાર અને આજે વધુ ૩૦ હજાર વેકસીનનો જથ્થો વેકસીનેશન સેન્ટર પર આવી પહોંચ્યો હતો. જેને તાત્કાલીક વિવિધ જિલ્લાઓમાં મર્યાદા મુજબ વિતરણ પણ કરી દેવામાં આવેલ છે. જોકે વેકસીન પૂર્વે પાંચ લાખ સીરીન આવી ચુકી છે અને હાલ તબક્કાવાર આવતી વેકસીન કોરોના વોરીયર્સને પણ તબક્કાવાર આપવામાં આવી રહી છે. પ્રથમ આરોગ્ય કર્મી, બાદ પોલીસ કર્મી, આશાવર્કર અને આજે આંગણવાડીના બહેનોને વેકસીન આપવામાં આવેલ છે. જોકે વેકસીનેશનના કાર્યક્રમમાં કેટલાક કર્મચારીઓ ભય અનુભવી રહ્યાં છે. પરંતુ મોટાભાગે આ વેકસીનની આડઅસર નહીવત જોવા મળી રહી છે અને વેકસીનેશન સેન્ટર ઉપર પણ લાભાર્થીને ઓબ્ઝર્વેશન ઉપર રાખી રહ્યાં છે. આમ હજુ વોરીયર્સ બાકી છે ત્યારે વધુ જથ્થો આગામી દિવસોમાં પણ ફાળવાતો રહેશે. તેમ સુત્રો પાસેથી જણાયું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YI4bVY



0 Response to "વિવિધ ચાર ફેસમાં ભાવનગર ખાતે કુલ 1.50 લાખ જેટલી વેકસીન આવી ચુકી"
Post a Comment