ગૃહિણી ઓનો બળાપો, શાકભાજી અનાજ બાદ પેટ્રોલમાં ભડકો

ગૃહિણી ઓનો બળાપો, શાકભાજી અનાજ બાદ પેટ્રોલમાં ભડકો

 પ્રતિનિધિ દ્વારા,       
      સુરતમાં પણ સતત અઠવાડિયાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. ત્યારે ભાવ 87 રૂપિયા ની સપાટીએ પહોચી ગયો છે. જેને પગલે સામાન્ય લોકોની હાલત કફોડી થઇ છે.ખાસ કરીને મધ્યમવર્ગ ના પરિવારો માટે  ઘર ચલાવવું અને ગાડી ચલાવવી બંને અઘરું થઈ રહ્યું છે. 

     પેટ્રોલ ના સતત વધી રહેલા ભાવ વધારા સામે સામાન્ય પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.લોકો એ પોતાના અન્ય ખર્ચ અને ઘર ખર્ચ પર કાપ મુકવો પડી રહ્યો છે. ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. કોરોના બાદ જયારે ધીમે ધીમે ગાડી પાટા પર ચડી રહી છે ત્યારે આ ભાવ વધારો અસહ્ય લાગી રહ્યો છે
  જય મહેતા કહે છે કે "પેટ્રોલ અને ડીઝલ ના ભાવો ઝડપ થી વધી રહ્યા છે.એના કારણે અમારા જેવા મીડલ કલાસ લોકો ને શુ કરવું શું ન કરવું તે સમજ જ નથી પડતી.વાહન લઈ ને જવું કે ના જવું તે વિચારવું પડશે હવે તો.છેવટે બહાર જવા માટે ગાડી લઈ જવી જરૂરી જ છે એટલે પેટ્રોલ પુરાવવું જ પડે એના લીધે હવે ઘર ખર્ચ પર કાપ મુકવો પડ્યો છે.પહેલા ટાંકી ફૂલ કરાવતો હતો તો 300 કે 350 માં ફૂલ થઈ જતી હતી. પરંતુ હવે ભાવ જોઈ ને 150 કે 200 નું જ પેટ્રોલ ભરાવું છું.
     આજ રીતે શીતલ પટેલ કહે છે કે "મધ્યમવર્ગ ના લોકો માટે ખૂબ અઘરું થઈ ગયું છે .શાકભાજી અનાજ ના પણ ભાવ વધ્યા છે અને પેટ્રોલ પણ 87 રૂપિયા થઈ ગયું છે. ઘરનું બજેટ કઈ રીતે બેલેન્સ કરવું એ અઘરું છે. અમારે મહિલાઓ એ તો ઘર નું બજેટ પણ સાચવવું પડતું હોય છે.આવા સમયે સરકારે આ બાબતે કંઈક વિચારવું જોઈએ .અચ્છે દિન આયેંગે એવું કીધું હતું મોદી સાહેબે પરંતુ શું આજ છે અચ્છે દિન ? આટલું મોંઘુ પેટ્રોલ થઈ ગયું છે હજુ ક્યારે આવશે અચ્છે દિન ? ચૂંટણી આવે છે તો સરકારે લોકો અને સામાન્ય પ્રજા ને જોઈ ને પેટ્રોલ ની કિંમત પર અંકુશ લાવવો જોઈએ.


from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b7TbqF

0 Response to "ગૃહિણી ઓનો બળાપો, શાકભાજી અનાજ બાદ પેટ્રોલમાં ભડકો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel