સોમવારથી સાત ફેકલ્ટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થી માટે શિક્ષણ કાર્ય આરંભાશે

સોમવારથી સાત ફેકલ્ટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થી માટે શિક્ષણ કાર્ય આરંભાશે


- એસ.ઓ.પી.ના ચુસ્ત પાલન સાથે સમરસ હોસ્ટેલ પણ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાશેે

ભાવનગર, તા. 4 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર


રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્આરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂનથ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેથી ભાવનગર યુનિ.ની સાત ફેકલ્ટીની ૯૫ કોલેજના ૧૫૧૦૪ વિદ્યાર્થીનું ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરાશે.

શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે.

રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ તા.૧૧ જાન્યુઆરી-ર૦ર૧થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયર-અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે.

હવે, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિ અધિકારીઓની સંયુકત બેઠકમાં વિશદ ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે તા.૮ ફેબ્આરી-ર૦ર૧ સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-૧૯ ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પૂનથ શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે એસઓપી નિર્ધારીત કરી છે. 

આ એસઓપીમાં જણાવ્યાનુસાર હોસ્ટેલમાં એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહિ અપાય એટલું જ નહિ કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી.

એમ.કે. ભાવનગર યુનિવર્સિટીની વિવિધ સાત ફેકલ્ટીની ૯૫ કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું અભ્યાસ કાર્ય પ્રારંભ થવા જઇ રહ્યું છે. ત્યારે બીએની ૨૯ કોલેજોના ૭૨૦૨ વિદ્યાર્થી, બીએસસી બીસીએની ૨૨ કોલેજના ૨૬૦૯ વિદ્યાર્થી બીકોમનો ૩૩ કોલેજોના ૪૬૩૦ વિદ્યાર્થી બીબીએની કોલેજના ૩૫૫ વિદ્યાર્થી, બીઆરએસની ૧ કોલેજના ૭૩ અને બીએસડબલ્યુની ત્રણ કોલેજના ૨૩૫ વિદ્યાર્થી મળી યુનિ.ની ૯૬ કોલેજના ૧૫૧૦૪ ફસ્ટ પરના વિદ્યાર્થી માટે ૮ને સોમવારથી સ્વૈચ્છીક શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. જોકે ઓનલાઇન શિક્ષણ પણ શરૂ રહશે તેમ જણાવ્યું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39MNkHQ

0 Response to "સોમવારથી સાત ફેકલ્ટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થી માટે શિક્ષણ કાર્ય આરંભાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel