માત્ર છ માસનું બાળક પતિએ પત્નીને ન સોંપતા મામલો પોલીસ મથક પહોંચ્યો

માત્ર છ માસનું બાળક પતિએ પત્નીને ન સોંપતા મામલો પોલીસ મથક પહોંચ્યો


ભાવનગર, તા. 4 ફેબ્રુઆરી 2021,  ગુરૂવાર

ભાવનગરના પરા વિસ્તારમાં રહેતા પતિએ દારૂ પી ઝઘડો કરતા ત્રાસથી કંટાળી પરિણીતાએ ઘર છોડી પિયરનો આશરો પકડયો હતો પરંતુ માત્ર છ માસનું બાળક પતિએ પત્નીને ન સોંપતા મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. બાદ અભયમ ટીમની મધ્યસ્થિના પગલે પતિએ બાળક સોંપતા માસુમ પુત્રનું માતા સાથે મિલન થયું હતું.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના પરા વિસ્તારમાં રહેતા પરિણીતા સાથે તેનો પતિ અવાર-નવાર ઘરેલુ બાબતે ઝઘડાઓ કરી દારૂ પી માથાકુટ કરતો હોય જેના પગલે ત્રણ દિવસ પૂર્વે પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી જઇ સમગ્ર કથનીથી તેના પિતાને વાકેફ કરતા તેઓ દિકરીના સાસરીએ દિકરીને તેડવા દોડી આવ્યા હતા પરંતુ જમાઇએ માત્ર છ માસનું બાળકનો કબજો તેની પત્નીને સોંપ્યો ન હતો જેના પગલે પરિણીતા તેના પિતા સાથે અમરેલી પંથકના પિયરમાં જતી રહ્યા બાદ અભયમ ૧૮૧ ટીમનો સહારો મેળવ્યો હતો જેના પગલે અભયમ ટીમના કાઉન્સીલર પુજાબેન ચુડાસમા, કોન્સ્ટેબલ ભુમીકાબા જાડેજા અને પાયલોટ નીતીનભાઇએ દોડી જઇ પરિણીતાનું કાઉન્સેલીંગ કરતા તેનો પુત્ર પરત મેળવવા દાદ માગી હતી. દરમિયાન પરિણીતાને સાથે રાખી અભયમ ટીમ પોલીસ મથક પહોંચી હતી જ્યાં પીડીતાના પતિને બોલાવી કાયદાની સમજ આપ્યા બાદ પોલીસની હાજરી વચ્ચે બાળકનો કબજો સંભાળી માતાને સોંપી તેનું મિલન કરાવ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pPN1lp

0 Response to "માત્ર છ માસનું બાળક પતિએ પત્નીને ન સોંપતા મામલો પોલીસ મથક પહોંચ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel