કૃષ્ણનગર એસબીઆઇ શાખામાં ગઠીયો જાલીનોટ ધાબડી ગયો

- ભાવનગરની વજીરવાળી શેરીના દિવાનપરા બ્રાંચ બેંક ખાતેદાર વિરૂધ્ધ બ્રાંચ મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ
શહેરના ક્રેસન્ટ સર્કલ સ્થિત કૃષ્ણનગર એસબીઆઇ શાખાના સીડીએમ મશીનના ચેકીંગ દરમિયાન રિજેક્ટેડ બોક્સમાંથી રૂપિયા ૫૦૦ના દરની જાલીનોટો મળી આવતા તેની તપાસ કરતા ૨૫ દિવસ પૂર્વે વજીરવાળી શેરીમાં રહેતા બેંક ખાતેદારે ભરણામાં જાલીનોટો ધાબડી દીધી હોવાનું બહાર આવતા બ્રાંચ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના ક્રેસન્ટ સર્કલ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કૃષ્ણનગર શાખાના બ્રાંચ મેનેજર રાજા ભુષણકુમાર સુર્યપ્રસાદ (રે.હાલ સન હાર્મોની ફ્લેટ, હિલડ્રાઇવ, મુળ બર્ગેનીયા, જિ.બીહાર)એ ગંગાજળિયા પોલીસ મથકમાં રફીક દાઉદઅલી ગૌરાણી (રે.વજીરવાળી શેરી, દિવાનપરા રોડ, ભાવનગર) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૧૮-૧ના રોજ બેંકનો સ્ટાફ બ્રાંચમાં આવી સીડીએમ મશીન ચેક કરતા હતા તે વેળાએ મશીનના રિજેક્ટેડ નામના બોક્સમાંથી રૂા.૫૦૦ના દરની બનાવટી ચલણી નોટ નંગ-૮ મળી આવતા તેની ચકાસણી કરતા તમામ નોટના સિરીયલ નંબરો એક સરખા અને આરબીઆઇ લખેલું ન જણાતા બેંકની સીડીએમ સિસ્ટમની ચકાસણી કરતા એસબીઆઇ દિવાનપરા બ્રાંચના ખાતાધારક રફીક દાઉદઅલી ગૌરાણીએ તેઓના બેંક ખાતામાં ગત તા.૧૩-૧ના રોજ સવારના અરસા દરમિયાન બનાવટની ચલણી નોટ નાખતા રિજેક્ટેડ બોક્સમાં જમા થઇ હોવાનું સામે આવ્યું હતું. ઉક્ત ફરિયાદ અનુસંધાને ગંગાજળિયા પોલીસે શખસ સામે આઇપીસી ૪૮૯(બી), ૪૮૯(સી) મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jhO5vC



0 Response to "કૃષ્ણનગર એસબીઆઇ શાખામાં ગઠીયો જાલીનોટ ધાબડી ગયો"
Post a Comment