તરુણ વયના પ્રેમીપંખીડાંનો ઝેરી દવા ૫ીને સજોડે આપઘાત
- દુનિયા એક નહિ થવા દે તેવા ડરના કારણે ત્રણ દિવસ પહેલાં ઘરેથી નીકળી જિંદગીનો અંત લાવી દેતા અરેરાટી
બાબરા તા.24 ફેબ્રુઆરી 2021, મંગળવાર
બાબરા શહેરમાં રહેતા ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેત મજુરી કરવા આવેલા પરિવારના તરુણ અને તરુણીએ પ્રેમ સંબંધ બંધાયા બાદ દુનિયા એક નહિ થવા દે તેવા ડરના કારણે સજોડે વિષ પાન કરી જીવન ટૂંકાવી લેતાં અરેરાટી સાથે પરિવારમાં કલ્પાંત વ્યાપી ગયો હતો.
બાબરાથી દરેડ જવાના રસ્તા ઉપર સીમ વિસ્તારમાં વાડી નજીકના ખાડામાં બન્નેના કોહવાયેલી હાલતમાં પડેલા મૃતદેહ જોવા મળતા સ્થાનિક પોલીસમાં જાણ કરવામાં આવી હતી. સીમ વિસ્તારમાં રહી મજુરી કામ કરતા મુળ ઉના તાલુકાના વતની દિનેશભાઈ મોહનભાઇ દાફડાની પુત્રી કિરણ(૧૫) તેમ જ બાબરાના વતની અરવિંદભાઈ પરમારનો પુત્ર સાગર(૧૬) ગત તા.૨૧થી લાપતા હતા.
દિનેશભાઇએ પોલીસમાં આપેલી માહિતી મુજબ કિરણ અને સાગર વચ્ચે પ્રેમસંબંધની ધારણા સાથે નાની ઉંમર હોઈ અને લગ્ન નહિ કરી શકવાના ડર અને બાળક હોવાથી પક્વ બુદ્ધિ નહિ હોવાથી પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પીવાના કારણે મોત થયા હતા.
મૃતક સાગર ૬ ભાઈઓમાં સૌથી નાનો હતો. કિરણના પિતા છેલ્લા ૨ વર્ષથી પરિવાર સાથે બાબરા સીમ વિસ્તાર રહીમાં ખેતમજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3usF9Je
0 Response to "તરુણ વયના પ્રેમીપંખીડાંનો ઝેરી દવા ૫ીને સજોડે આપઘાત"
Post a Comment