કોરોનાનો ડર : વિજય સરઘસ યોજવા દેવા કે નહીં ? : પોલીસ હજૂ અનિશ્ચિત

કોરોનાનો ડર : વિજય સરઘસ યોજવા દેવા કે નહીં ? : પોલીસ હજૂ અનિશ્ચિત


અમદાવાદ, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકો માટે  રવિવારે નિરસ મતદાન પછી આવતીકાલ, મંગળવારે મતગણતરી છે. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે યોજાનારી મતગણતરી સૃથળે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે લોકોના ટોળાં એકત્ર નહીં થવા દેવાની તાકીદ કરાઈ છે. એ જ રીતે વિજય સરઘસ ન યોજાય તેવા પ્રયાસ પોલીસ કરશે.

જો કે, કોરોનાનો સતત ભય હોવા છતાં રાજકીય પક્ષોની ચૂંટણી સભા, રેલીઓ યોજાતી રહી છે. આ જ રીતે વિજેતા કોર્પોરેટરોના વિજય સરઘસ તો યોજાશે જ તેમ જણાઈ રહ્યું છે. જો કે, ભૂતકાળમાં મતગણતરી કેન્દ્ર પરથી જ સરઘસની મંજુરી આપવા માટેનું આયોજન આ વખતે કરાયું નથી તેમ ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું. શક્યત: કાઉન્સિલરોને સમજ આપી સરઘસ વગર પરત ફરવા સમજ અપાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મતદાન પછી મતગણતરી મંગળવારે સવારથી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ઉપરાંત ગુજરાત કોલેજ ખાતે યોજાનાર છે. બન્ને સૃથળે બે ડઝન જેટલા અિધકારી અને 1000થી વધુ પોલીસ અને એસઆરપીનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે.

એલડી કોલેજ ખાતે એસ ડીસીપી, એક એસીપી, બે પી.આઈ., નવ પીએસઆઈ ઉપરાંત 361 કોન્સ્ટેબ્યુસલરી સ્ટાફ અને 39 એસઆરપી જવાનો તહેનાત કરાશે.  જ્યારે, ગુજરાત કોલેજ ખાતે એસ ડીસીપી, બે એસીપી, 6ે પી.આઈ., 23 પીએસઆઈ ઉપરાંત 475 કોન્સ્ટેબ્યુસલરી સ્ટાફ અને 100 મ એસઆરપી જવાનો તહેનાત કરાશે. 

મતદાન પહેલાં ચૂંટણી પ્રચાર માટે સભા-સરઘસ ચાલતાં રહ્યાં અને તેમાં નિયમભંગ કરીને લોકોના ટોળાં એકત્ર થતાં રહ્યાં હતાં. પરંતુ, કોરોનાનો ડર ફરી વખત ઘેરાઈ રહ્યો છે ત્યારે મતગણતરી પછી વિજેતા બનેલા કાઉન્સિલરોના વિજય સરઘસ યોજવા દેવા કે કેમ તે અંગે પોલીસ હજૂ અનિશ્ચિત છે. સોમવારે મોડીરાત સુધી આ અંગે નિર્ણય નહીં લેવાયાનું ઉચ્ચ અિધકારી સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, દર વખતે ચૂંટણી પછી મતગણતરી કેન્દ્રથી જ વિજેતાના સરઘસ નીકળતાં આવ્યાં છે. મતગણતરી કેન્દ્ર પરથી જ વિજય સરઘસની મંજુરી અપાતી હતી તે વ્યવસૃથા આ વખતે કરાઈ નથી.

વખતે મતગણતરી કેન્દ્ર બહાર જ ઓછામાં ઓછા લોકો એકત્ર થાય તે માટે કાર્યવાહી કરવા સૃથાનિક પોલીસને સૂચના આપવામાં આવી છે અને રોડ ઉપર બંદોબસ્ત વધારાયો છે. લોકો ઓછા એકત્ર થાય અને વિજય સરઘસ ન યોજાય તેવા પ્રયાસ કરાશે. અિધકારી સૂત્રોએ જણાવ્યું કે, કોરોનાની સિૃથતિ કથળી રહી છે ત્યારે વિજેતા બનેલાં કાઉન્સિલરોને સામાજીક હિતને ધ્યાનમાં રાખીને વિજય સરઘસ ન યોજે તે માટે ઉચ્ચ પોલીસ અિધકારીઓ સમજ આપશે. 

મેચના VVIP બંદોબસ્તમાં 14 આઈપીએસ સહિત 4,000 પોલીસ

મોટેરા સ્ટેડિયમના ઉદ્દઘાટન અને પિન્ક બોલ ટેસ્ટ મેચમાં પોલીસ બંદોબસ્તની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી  અમિત શાહ ઉપરાંત અન્ય મહાનુભાવો તા. 24ના રોજ મોટેરા સ્ટેડિયમ ઉદ્દઘાટન કાર્યક્રમમાં આવવાના હોવાથી 14 આઈપીએસ બંદોબસ્તમાં ગોઠવાયાં છે. આઈજી-ડીઆઈજી કેડરના ચાર અને ડીસીપી કેડરના 10 મળી કુલ 14 આઈપીએસ સમગ્ર વ્યવસૃથા સંભાળશે. આ ઉપરાંત 17 એસીપી, 70 પી.આઈ, 136 પી.એસ.આઈ અને 3300 કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ મળી કુલ 4000 પોલીસને સુરક્ષા વ્યવસૃથામાં ગોઠવવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37E5Fp2

0 Response to "કોરોનાનો ડર : વિજય સરઘસ યોજવા દેવા કે નહીં ? : પોલીસ હજૂ અનિશ્ચિત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel