શિક્ષકોની પોસ્ટલ બેલેટની અરજીઓ ન સ્વીકારાતા શિક્ષણ આલમમાં રોષ

શિક્ષકોની પોસ્ટલ બેલેટની અરજીઓ ન સ્વીકારાતા શિક્ષણ આલમમાં રોષ


સુરેન્દ્રનગર, તા. 23 ફેબ્રુઆરી, 2021, મંગળવાર

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે શિક્ષકોના પોસ્ટ બેલેટની અરજી સ્વીકારવામાં ન આવતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોએ ચુંટણી અધિકારીને લેખીત રજુઆત કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ આગામી સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ મીટીંગ યોજાઈ હતી જેમાં પ્રથમ તાલીમવાળા કર્મચારીના મીટીંગ સ્થળે પોસ્ટલ બેલેટની અરજીઓ સ્વીકારી હતી. પરંતુ શિક્ષકોને ૧૭ તારીખ સુધીમાં ચુંટણી અધિકારી કચેરીએ પોસ્ટલ બેલેટની અરજીઓ જમા કરાવવાનું જણાવ્યું હતું પરંતુ દરેક શિક્ષક વ્યક્તિગત શાળા સમયમાં કઈ રીતે પોસ્ટલ બેલેટની અરજી આપી શકે તેમજ અગાઉ પણ પોસ્ટલ બેલેટનીઅરજીઓ સ્વીકારવામાં આવી નહોતી. આથી લોકશાહીના ચુંટણીના પર્વમાં શિક્ષકોની પોસ્ટલ બેલેટની અરજીઓ સ્વીકારવામાં આવી નથી જેના કારણે શિક્ષકો જ મતદાનથી વંચીત રહી જાય તેવી સ્થિતિ સર્જાય છે જ્યારે આ મામલે ચુંટણી અધિકારીના જણાવ્યા મુજબ રૂબરૂ પોસ્ટલ બેલેટની અરજીઓ માટે ચુંટણી અધિકારીની કચેરીમાં આવવું પડશે ત્યારે અંદાજે ૧૫૦ જેટલાં શિક્ષકો ચાલુ શાળાએ પોસ્ટલ બેલેટની અરજીઓ ન આપી શકે તે અંગે માધ્યમીક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરતસિંહ ચાવડાએ ચુંટણી અધિકારીને આવેદન પત્ર પાઠવી લેખીત રજુઆત કરી હતી. પરંતુ હાજર ચુંટણી અધિકારીએ અપમાનજનક વર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો આથી શિક્ષકોની પોસ્ટલ બેલેટની અરજીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bztvDv

0 Response to "શિક્ષકોની પોસ્ટલ બેલેટની અરજીઓ ન સ્વીકારાતા શિક્ષણ આલમમાં રોષ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel