થાન પોલીસે 20થી વધુ કાર પરથી કાળી ફિલ્મ હટાવી

થાન પોલીસે 20થી વધુ કાર પરથી કાળી ફિલ્મ હટાવી


થાન, તા. 23 ફેબ્રુઆરી, 2021, મંગળવાર

સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકામાં ખોટી એન્ટ્રી પાડવા તેમજ દેખાવ કરવા અનેક કારચાલકો પોતાની કારમાં નિયમોનું ઉલંધ્ધન કરી ફિલ્મ લગાડી ફરતા હોય છે જેમાં કાચ ઉપર કાળી ફિલ્મ હોવાના કારણે અનેક વખત ગુન્હાઓ આચર્યા બાદ ગુન્હેગારો છટકી જતા હોય છે અને પોલીસને આવી કાર ઝડપી પાડવા મુશ્કેલી પડતી હોય છે જેને ધ્યાને લઈ થાન પોલીસ દ્વારા ચોટીલા રોડ ઉપર વાહનચેકીંગ હાથધરવામાં આવ્યું હતું જેમાં નિયમો વિરૂધ્ધ લગાવેલ કાળી ફિલ્મ હટાવી કાયદેસરની કાર્યવાહી હાથધરાઈ હતી.

કોર્ટના આદેશથી સરકાર દ્વારા કારમાં કાચ ઉપર ફિલ્મ લગાવાની તથા બોર્ડ મારવાની મનાઈ હોવા છતાં અનેક વાહનચાલકો ખોટી એન્ટ્રી પાડવા કાયદાનું ખુલ્લેઆમ ભંગ કરી કાચ પર કાળી ફિલ્મો લગાવી જાહેરમાં ફરતાં હોય છે. ત્યારે અમુક વખતે કાળી ફિલ્મ ધરાવતી કારોના ચાલકોએ ગુન્હાઓ આચરી નાસી જતાં હોય છે અને પોલીસને ઝડપી પાડવા માટે હાલાકી પડી રહી છે. 

ત્યારે આગામી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીને ધ્યાને લઈ થાન પીઆઈ એમ.ડી.ચૌધરી સહિત સ્ટાફ દ્વારા ચોટીલા રોડ ઉપર વાહન ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું. જેમાં રોડ પરથી પસાર થતી ૨૦થી વધુ કારોમાં પ્રતિબંધિત એવી કાચ ઉપરની કાળી ફિલ્મો હટાવવામાં આવી હતી જ્યારે પોલીસની આ કામગીરીથી અન્ય કારચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NUHewN

0 Response to "થાન પોલીસે 20થી વધુ કાર પરથી કાળી ફિલ્મ હટાવી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel