સાયલા મામલતદાર કચેરી પર ક્ષત્રિય કાઠી સમાજનું આવેદન

સાયલા, તા. 12 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
તાજેતરમાં અમરેલીના લુઆરા ખાતે કાઠી સમાજની દિકરી હેમુબેન ખાચર સાથે તેમજ મુંદ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચારને પગલે ગઢવી સમાજના બે યુવકોના મોત નીપજ્યાં છે ત્યારે આ બંન્ને બનાવનો સમગ્ર રાજ્યમાં ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે સાયલા મામલતદાર કચેરી ખાતે તાલુકાના ક્ષત્રિય કાઠી સમાજ દ્વારા આ બનાવને વખોડી કાઢી જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે આગેવાનો એભલભાઈ જે. કરપડા, પ્રદિપભાઈ ખાચર, જયુભાઈ ખવડ, વનરાજભાઈ ખાચર, સુરેશભાઈ ખવડ, કિરિટભાઈ ખવડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qjotBj



0 Response to "સાયલા મામલતદાર કચેરી પર ક્ષત્રિય કાઠી સમાજનું આવેદન"
Post a Comment