દસાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

દસાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા


પાટડી, તા. 12 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

હાલમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે દસાડા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ૫ સીટ, તાલુકા પંચાયતની ૨૨ સીટ અને નગરપાલિકાની ૨૪ સીટો માટે ઉમેદવારો નક્કી કરવામાં સ્થાનિક કાર્યાલય પરથી ગડમથલ ચાલી રહી હતી. ત્યારે જિલ્લામાંથી મેન્ડેટ આવતા ભાજપના જિલ્લા પંચાયતના ૫૫ અને તાલુકા પંચાયતના ૨૨ ઉમેદવારોએ આજે વિજય મુર્હુતમાં ફોર્મ ભર્યા હતાં.

જ્યારે નગરપાલિકાને લઈને હજુ પણ ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવામાં ગડમથલ ચાલી રહી છે ત્યારે સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં ટિકિટ જાહેર થયા બાદ કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સેવા સદન પહોંચી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી હતી. જેથી જિલ્લા અને તાલુકામાં તો ઉકળતો ચરૂ શાંત થઈ ગયો હતો. પરંતુ નગરપાલિકાના ઉમેદવારોમાં હજુ પણ ઉકળતો ચરૂ હોય તેમ એક પણ ઉમેદવાર જાહેર કરેલ નથી. આ તકે સુરેનદ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે મતદારો ભાજપને જ ઝંખે છે અને તેઓનો મિજાજ જોતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની તમામ સીટો ૧૦ તાલુકા પંચાયત અને ૫ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે જીલ્લા પંચાયતની ૫ અને તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ફોર્મ ભરવામાં આવ્યાં હતાં જેમાં ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરાતા મોટીસંખ્યામાં કાર્યકરતાઓ સાથે ઢોલ-નગારા સાથે તાલુકા સેવા સદન કચેરીએ જઈને વિજય મુર્હુતમાં ફોર્મ ભર્યા હતાં જ્યારે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારોએ પણ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ફોર્મ ભર્યા હતાં આ સિવાય નગરપાલિકાની ૨૪ બેઠકો માટે પણ બંન્ને પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આમ ફોર્મ ભરાવાની સાથે કહિ ખુશી કહિ ગમનો માહોલ જોવા મળ્યો હતો અને નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં ભાજપ હજુ પણ અવઢવમાં છે ત્યારે અમુક વોર્ડની અંદર ઉમેદવારો જાહેર કરાતા રોષ જોવા મળ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rNThuj

0 Response to "દસાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel