ધ્રાંગધ્રા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ તરફથી ફોર્મ ભર્યા

ધ્રાંગધ્રા, તા. 12 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહ છે ત્યારે રાજકય પક્ષો દ્વારા તની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા નામ જાહર કર્યા બાદ આ ઉમદવારોએ આજે વિજય મુર્હુતમાં ફોર્મ ભર્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા ખાતે ભાજપના આગેવાન અન સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ઈન્ચાર્જ આઈ.કે.જાડેજા સાથે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા પણ હાજર રહ્યાં હતા. આગામી ચુંટણીમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવશે અને ભાજપના ઉમેદવારોનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ સંકલ્પ પણ લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ ૩૮૦ બેઠકો માટે ચુંટણી યોજાવાની છે જેમાં જીલ્લા પંચાયતની ૩૪ બેઠકો તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો અને નગરપાલિકાની ૧૬૪ બઠકોનો સમાવેશ થાય છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ah1zFb



0 Response to "ધ્રાંગધ્રા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ તરફથી ફોર્મ ભર્યા"
Post a Comment