ભોજવા રેવા જમના વાડી નજીક રિક્ષામાંથી વિદેશી દારૂ પકડાયો

ભોજવા રેવા જમના વાડી નજીક રિક્ષામાંથી વિદેશી દારૂ પકડાયો


વિરમગામ, તા. 12 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

વિરમગામ ટાઉન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહ, દિગ્વિજયસિંહ, રાજુજી, ઈન્દ્રજીતસિંહ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષી ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા.

 તે દરમ્યાન ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે સીએનજી રીક્ષા માંડલ તરફથી દારૂ ભરી વિરમગામ તરફ આવનાર છે તે બાતમીના આધારે ભોજવા રેવા જમના વાડી પાસે વોચમાં ઉભા રહેલ તે દરમ્યાન માંડલ ધાકડી તરફથી બાતમીવાળી રીક્ષા આવતા ઈશારાથી ઉભી રાખેલ તપાસ કરતા રીક્ષામાં પાછળની સીટ નીચેના ભાગમાં કપડુ ઢાંકેલા બોક્ષો મળી આવેલ બોક્ષ ખોલી તપાસ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતિય બોટલ ૪૮, ક્વાટર ૪૮, બીયર ટીન રૂા. ૯૬૦૦ સીએનજી રીક્ષા રૂા. ૪૦,૦૦૦ કુલ મુદ્દામાલ રૂા. ૪૯,૬૦૦ સાથે આરોપી (૧) ગોપાલ ઠાકોર (૨) સુનીતા દેવીપૂજક બન્ને રહે. વિરમગામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ ચલાવી રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rPo7Tg

0 Response to "ભોજવા રેવા જમના વાડી નજીક રિક્ષામાંથી વિદેશી દારૂ પકડાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel