હળવદ તા.પં.ની 20 બેઠક માટે 36 અને જિ.પં.ની 5 બેઠક માટે 7 ફોર્મ ભરાયા

હળવદ, તા. 12 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતા ગઈકાલે મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા આ ઉમેદવારો શુક્રવારે સવારે ખુલતી ઓફિસમાં પોતાના ઉમેદવારી શુભ ચોઘડિયા જોવડાવી ઉમેદવારી નોંધાવવા હળવદ મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત કચેરીમાં પહોંચ્યા હતા. જેમાં હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે ૩૬ ફોર્મ ભરાયા હતા. જ્યારે હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની ૫ સીટ માટે ૭ ફોર્મ ભરાયા
ત્યારે બંને પક્ષ તરફથી ચૂંટણી માટે એડીચોટીનું જોર લગાવવામાં આવે તેવું લાગી રહ્યું છે. જ્યારે બંને પક્ષને હંફાવવા માટે એક અપક્ષ પણ તૈયાર હોય તેમ લાગી રહ્યું છે. ઉમેદવારી નોંધાવવા ભાજપ કોંગ્રેસના કાર્યકર્તા અને તાલુકા લેવલના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સાથે તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ પાર્ટીએ પોતાના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે. ત્યારે તનતોડ મહેનત કરી પોતાની જીતનો વિશ્વાસ આપ્યો હતો. હવે કયા ઉમેદવારોને પ્રજા સ્વીકારે છે તે તો આવનારો સમય જે બતાવશે.
હળવદ તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાના શ્રીગણેશ કર્યા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jRafoT



0 Response to "હળવદ તા.પં.ની 20 બેઠક માટે 36 અને જિ.પં.ની 5 બેઠક માટે 7 ફોર્મ ભરાયા"
Post a Comment