હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી 11 વર્ષ બાદ ઝડપાયો

હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી 11 વર્ષ બાદ ઝડપાયો


હળવદ, તા. 12 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

હળવદ પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલા ઇસમ છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો હોય જેને મોરબી એલસીબી/ પેરોલ ફર્લો સ્કવોડ ટીમે દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજ્યમાં નાસતા ફરતા આરોપી દબોચી લેવા ખાસ ડ્રાઇવ રાખી હોય જે અંતર્ગત જીલ્લા એસપીએસઆર ઓડેદરના માર્ગદર્શન હેઠળ એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પોલીસ મથકમાં ઇંગ્લીશ દારૂના ગુન્હામાં સંડોવાયેલા ઇસમ જયરાજસિંહ કરણસિંહ ગોહિલ રહે સાંચોર રાજસ્થાનવાળો મોરબીમાં આવ્યો હોવાની બાતમીને પગલે એલસીબી/ પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીન ઝડપીને હળવદ પોલીસને સોંપવામાં આવ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zd1JHu

0 Response to "હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી 11 વર્ષ બાદ ઝડપાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel