ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ થયો, પોણા બે માસ પહેલાં લગ્ન , આખરે આપઘાત

ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ થયો, પોણા બે માસ પહેલાં લગ્ન , આખરે આપઘાત

- પિતા સાથે વાત કરવા બાબતે ઠપકો આપી પતિ અસહ્ય ત્રાસ આપતો હોવાથી પગલું ભરી લીધાની ફરિયાદ : આરોપીની ધરપકડ


રાજકોટ, તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

અમદાવાદના દેત્રોજ તાલુકાના અશોકનગર ગામમાં રહેતી દિશા પટેલ (ઉ.વ.૧૯)એ પોણા બે માસ પહેલાં રાજકોટમાં રહેતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ હર્ષદ કમલેશ ઘેડિયા (ઉ.વ.૨૧) સાથે લવમેરેજ કરી લીધા બાદ ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી-ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ તરફથી જાણવા મળ્યા પ્રમાણે ઈન્સ્ટાગ્રામ થકી દિશા છ માસ પહેલાં હર્ષદના પરિચયમાં આવી હતી. બાદમાં બંનેએ અમરેલીના નાની કુંકાવાવ ગ્રામપંચાયતમાં લવ મેરેજ કરી લીધા હતા. ગઈ તા.૨૧ ડિસેમ્બરે દિશા ઘરેથી ભાગી હતી. તે પહેલાં તે એક ચીઠ્ઠી મુકતી ગઈ હતી. જેમાં તેણે લખ્યું હતું કે, મેં લગ્ન કરી લીધા છે અને મારી મરજીથી ઘર છોડીને જઈ રહી છે. પરિવારજનોને સંબોધીને તેણે વધુમાં લખ્યું કે, તમારે મને સ્વીકારવી હોય તો મને શોધજો.'

જેને કારણે પરિવારના સભ્યોએ તેની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ પતો મળ્યો ન હતો. ત્રણેક દિવસ બાદ દિશાએ પિતા પરસોતમ લલુભાઈ પટેલને કોલ કરી કહ્યું કે, મેં રાજકોટમાં રહેતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ હર્ષદ સોની સાથે મેરેજ કરી લીધા છે. અમેં હાલ મુંબઈ છીએ. જેથી તેના પિતાએ કહ્યું કે, તમેં ઘરે આવી જાવ, તો દિશાએ કહ્યું કે અમેં રાજકોટ આવીએ ત્યારે તમે મળવા આવજો તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. 

થોડા દિવસ બાદ પરિવારજનોને કુરીયર મારફત તેના લગ્નનું સર્ટિફિકેટ મળ્યું હતું. આ પછી દિશાએ પરિવારજનો સાથે વાતચીત ચાલુ રાખી હતી. તેનો પતિ પણ ઘણી વખત વાત કરતો હતો. આ ઘટનાના વીસેક દિવસ બાદ દિશાએ તેના પિતાને ફોન કરી કહ્યું કે, અમેં બહારથી ફરીને રાજકોટ આવી ગયા છીએ તો તમેં અને ઘરના સભ્યો મારા ઘરે રાજકોટ આવો, અમે સંતકબીર રોડ પરના આર્યનગર શેરી નં.૧૫માં રહીએ છીએ. 

પરિણામે પરસોતમભાઈ પરિવારના સભ્યો સાથે રાજકોટ આવ્યા હતા. આ વખતે તેમણે વેવાઈ પક્ષના સભ્યોને પોતાના ગામમાં બંનેના ધામધુમથી લગ્ન કરી આપવાની ઓફર કરી હતી. પરંતુ વેવાઈ પક્ષે ના પાડી દીધી હતી. આ પછી વાતચીત કરી પોતાના ગામ જતા રહ્યા હતા. પરસોતમભાઈએ પોલીસને કહ્યું કે, તેની પુત્રી પાસે મોબાઈલ ફોન ન હોવાથી જમાઈના મોબાઈલમાંથી બે-ત્રણ દિવસે ફોન કરતી. તે જ્યારે જમાઈને કોલ કરી પુત્રી સાથે વાત કરાવવાનું કહેતા તો તે બહાના બતાવતો હતો. 

+છેલ્લા દસેક દિવસ દરમિયાન તેની પુત્રી સાથે વાતચીત થતી ત્યારે પુત્રી હંમેશા કહેતી કે, પપ્પા હું તમારી સાથે ફોનમાં વાત કરું છું તે મારા પતિને ગમતું નથી, તે મનેં તમારી સાથે ફોનમાં વાત કરવા બાબતે ઠપકો આપે છે. આ કારણથી તેની પુત્રી સાથે બરાબર વાતચીત થતી ન હતી. એટલું જ નહીં છેલ્લા દસેક દિવસથી વાતચીત પરથી પુત્રી ચિંતામાં હોય એમ લાગતું હતું. 

આ દરમિયાન ગઈકાલે બપોરે તેના જમાઈના મિત્રએ તેને કોલ કરી દિશાએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું જણાવતા તત્કાળ પરિવારના સભ્યો અને સગા-સંબંધીઓ સાથે રાજકોટ આવ્યા હતા અને સીધા સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જઈને જોયું તો દિશા મૃત હાલતમાં મળી હતી. 

આ રીતે તેનો જમાઈ હર્ષદ તેની સાથે વાત કરવા બાબતે તેની પુત્રીને ઠપકો ઉપરાંત મેણાંટોણાં મારી અસહ્ય ત્રાસ આપતો હતો. જેને કારણે તેની પુત્રીએ આ પગલું ભરી લીધું હતું. બી-ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૩૦૬ હેઠળ ગુનો નોંધી આરોપી પતિ હર્ષદની ધરપકડ કરી હતી. 

જો કે તેણે પોલીસને ક્યા કારણથી તેની પત્નીએ આ પગલું ભર્યું તે વિશે અજાણ હોવાનું રટણ કર્યું છે. 

દિશા તેના પિતાની બીજી પત્નીનું સંતાન હતું

આપઘાત કરનાર દિશાના પિતા પરસોતમભાઈ અમદાવાદના માંડલ તાલુકાના દસલાણા ગામે શેડ ભાડે રાખી પરિવારના સભ્યો સાથે ટિફિન સર્વિસ ચલાવે છે. ૨૦ વર્ષ પહેલાં તેણે વાપી રહેતા હંસાબેન બચુભાઈ ધોળિયા સાથે જ્ઞાાતિના રીતરીવાજ મુજબ લગ્ન કર્યા હતા. હંસાબેનના આ બીજા લગ્ન હતા તેને આપલા પતિ થકી પુત્ર કિરણની પ્રાપ્તી થઈ હતી. જેને લગ્ન બાદ સાથે લઈ આવ્યા હતા. દામ્પત્યજીવન દરમિયાન તેને પુત્રી દિશા (૧૯) અને પુત્ર ધવલ (૧૭) ની પ્રાપ્તિ થઈ હતી. દિશાએ વિરમગામમાં આવેલ નવયુગ સ્કૂલમાં ધો.૧૧ સુધી અભ્યાસ કર્યો હતો. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bf7No7

0 Response to "ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ થયો, પોણા બે માસ પહેલાં લગ્ન , આખરે આપઘાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel